Wednesday, October 20, 2021
Homeગીર-સોમનાથગીર સોમનાથ : આરોગ્ય તંત્ર દ્વારા 100 ટકા રસીકરણની સિઘ્‍ઘી હાંસલ કરી

ગીર સોમનાથ : આરોગ્ય તંત્ર દ્વારા 100 ટકા રસીકરણની સિઘ્‍ઘી હાંસલ કરી

 

કોરોના મહામારીથી બચવા માટે રસીકરણ અમોઘ શસ્ત્ર છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 100 ટકા રસીકરણ કરવા માટે નવતર પ્રયોગો સાથે અથાગ પ્રયત્‍નો કરેલ હતા. જેના પરિણામરૂપે આજે ગીર સોમનાથ જિલ્લાના તમામ 343 ગામોમાં 100 ટકા રસીકરણની સિઘ્‍ઘી તંત્રએ હાંસલ કરી છે. તેની સાથે જ સમગ્ર જિલ્લામાં 80 ટકા જેટલું રસીકરણ થઈ ચૂક્યું છે.

રાજય સરકારે કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે સમગ્ર રાજયમાં રસીકરણ મહાભિયાન શરૂ કરાવ્‍યુ હતુ. જે અંર્તગત ગીર સોમનાથ જિલ્લામાં થયેલ રસીકરણની વિગતો આપતા ઇન્‍ચાર્જ જીલ્‍લા આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોયે જણાવેલ કે, કોરોના મહામારીમાંથી બહાર આવવા માટે ઝુંબેશ સ્વરૂપે રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. આ માટે જિલ્લા ઓરોગ્યતંત્રના અધિકારી-કર્મચારીઓ દિવસ-રાત સખ્‍ત મહેનત કરી રહ્યા છે. જેના પરિણામે તા.12 ઓકટોમ્‍બર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ 7.95 લાખ જેટલા નાગરિકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો હોવાથી જિલ્લામાં 80 ટકા જેટલુ રસીકરણ થયુ છે. ઉપરાંત 3.24 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.

જીલ્‍લામાં રસીકરણની કામગીરી જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને ડીડીઓ રવીન્દ્ર ખાતલે, જીલ્‍લા આરોગ્ય અધિકારી ડો.ભાયાના માર્ગદર્શન હેઠળ અવિરત થઇ રહી છે. જેમાં જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ટીમવર્કથી કામ કરીને મહત્તમ રસીકરણ કરવામાં સફળતા મળી છે. ઉપરાંત ચૂંટાયેલી પાંખ, ધાર્મિક-સામાજિક અને સ્થાનિક અગ્રણીઓના સહયોગથી રાજયમાં વેક્સિનેસનની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર છે.

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ડોર ટુ ડોર વેકસીનેશનની કામગીરી કરતા આરોગ્યના કર્મચારીઓ

રસી અંગે લોકોમાં રહેલ ગેરમાન્‍યતાઓ દુર કરવા કલેકટર મેદાનમાં ઉતરેલ

ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોય અને ડો.ડી.કે.ગૌસ્વામીએ વ્‍યાપક રસીકરણ માટે કરેલ આયોજન અંગે જણાવેલ કે, જીલ્‍લામાં વ્‍યાપક રસીકરણ માટે નવતર પ્રયોગો અંર્તગત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જીલ્‍લા કલેકટર સહિતના અઘિકારી દ્રારા ગ્રામસભા-રાત્રિસભામાં રસીકરણ અંગે માર્ગદર્શન આપવાની સાથે લોકોમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરી, ગ્રામજનોને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે વેક્સીનશન કેમ્પ પણ યોજેલ જેથી ગ્રામજનો સ્થળ પર જ રસી લેતા થયા હતા. જયારે મસ્જીદના માઈક પરથી એલાન કરાવેલ હતુ. આ ઉપરાંત રાજકીય, ધાર્મિક, સામાજીક આગેવાનોને સાથે રાખી રસીકરણ અંગેની ગેરમાન્યતાઓ દુર કરવાનો પ્રસાયના કાર્યક્રમો કરેલ જેને સારો પ્રતિસાદ સાપડતા વધુ રસીકરણમાં સફળતા મળી હતી.

ગીર જેવા દુર્ગમ વિસ્તારોમાં મોબાઈલ વેન દ્વારા ડોર-ટુ-ડોર રસીકરણની કામગીરી કરાયેલ

વઘુમાં જણાવેલ કે, જીલ્‍લાના ગીર અભ્યારણ્યના ઘણા છેવાડાના વિસ્‍તારોમાં માલધારી સમાજ વસવાટ કરે છે. આ વિસ્તારમાં જુદા-જુદા નેસડા અને અન્ય દુર્ગમ સ્થળો સુઘી મોબાઈલ વેન દ્વારા ડોર-ટુ-ડોર રસીકરણની કામગીરી આરોગ્ય કર્મીઓએ કરી હતી. આમ, આંતરયાળ વિસ્તારમાં પણ જિલ્લાનો કોઈ પણ નાગરીક રસીથી વંચિત ન રહે તે માટે ઓરોગ્ય તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments