ગીર સોમનાથમાં ર્ડા. અતુલ ચગ આપઘાત કેસ મામલે સાંસદ રાજેશ ચુડાસમાના પિતાએ આગોતરા જામીન માટે વેરાવળ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આજે કોર્ટે આ બાબતેની સુનાવણીમાં તેમના જામીન ફગાવી દીધા હતાં.ર્ડાક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ર્ડાક્ટર અતુલ ચગની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ હતો.
વેરાવળ પોલીસે અતુલ ચગ આપઘાત મામલે ફરિયાદ નોંધી હતી. ત્યારે ર્ડા. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી. હિતાર્થે નોંધાવેલ ફરિયાદ મુજબ વર્ષ 2008માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા કટકે-કટકે મારા પિતા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી ઉછીની રકમ લઈ પરત આપી ન હતી. જેની મારા પિતા અવાર નવાર ઉઘરાણી કરતા હતાં તો તેમને જાનથી મારી નાંખવાની રાજેશ ચુડાસમા તેમજ નારણ ચુડાસમા ધમકી આપતા હતા. જેથી મારા પિતા ડરી ગયા હતા. તેમણે અમારા ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.