વેરાવળ : ગિર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

0
2

પ્રદેશમંત્રી ઝવેરીભાઈ, જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈની ઉપસ્થિતી.

આજરોજ પ્રધાનસેવક નરેન્દ્રભાઈના ૭ વષઁના કાયઁકાળની ઉજવણી તેમજ ગિર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના નવનિયુકત પ્રમુખ પ્રો (ડો) જીવાભાઈ વાળાના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ દવારા કરવામાં આવી. જે.એમ.સાયન્સ કોલેજ વેરાવળ ખાતે બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન સોમનાથ એજયુકેશન સોસાયટીના માનદમંત્રી ભરતભાઈ શાહે કરેલ. ઉદયભાઈ કાનગડે પ્રસંગોચિત માગઁદશઁન, વૃક્ષોનુ મહત્વ અને પયાઁવરણ પર આપેલ.

બાઈટ  : બક્ષીપંચ મોરચાના ગિર સોમનાથના અધ્યક્ષ પ્રો (ડો) જીવાભાઈ વાળા

 

બક્ષીપંચ મોરચાના ગિર સોમનાથના અધ્યક્ષ પ્રો (ડો) જીવાભાઈ વાળાએ ૧૧ મંડળમાં ૧૦૮ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર , જિલ્લા અધ્યક્ષ માનસિંહ પરમાર , પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી દિલીપભાઈ બારડ,જિલ્લા મહામંત્રી ડો વઘાસીયા સાહેબ, શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા, નગર પાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન વિક઼મભાઈ પટાટ, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઈ સોલંકી, શહેર મહામંત્રી ડો સંજયભાઈ પરમાર, બક્ષીપંચ મોરચાના જિલ્લા મહામંત્રી જગમાલભાઈ બારડ, નગરપાલિકાના બાંધકામ સમિતીના ચેરમેન બાદલભાઈ, પ્રિ ડો બંધીયા, પ્રિ જોરાસાહેબ, પ્રિ ડો જીગર રાવલ, ટ઼સ્ટી જીતેન્દ્ર મેહતા, નવીનભાઈ શાહ, દેવભાઈ નાથાણી, મહિલા મોરચાના મહામંત્રી નંદુબેન ભમ્મર, ડી સી ભટ્ તેમજ જે એમ સાયન્સ કોલેજનો સમગ઼ સ્ટાફગણ ઉપસ્થિત રહયા હતા.

 

 

રીપોર્ટર : દિપક જોષી, CN24NEWS, ગીરસોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here