ગીર સોમનાથ જિલ્લાના ધંટીયા મુકામે કૌસ્તુભ એસોસિએશન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ કેન્દ્ર દ્વારા કોચિંગ માર્ગદર્શિકા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાઈટ : જગદીશ સિંહ પરમાર, એચ.ઓ.ડી .કાસ્ડ.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ એક્સ ડેપ્યુટી કલેક્ટર શ્રી કાસમભાઈ બાસઠીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
આયોજનમાં શારીરિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓનું ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા થયેલા દિકરા દિકરીઓને બ્રોન્ઝ, સિલ્વર તેમજ ગોલ્ડ મેડલ આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
બાઈટ : મુકેશ સિંહ, ઝાલા એચ.ઓ.ડી કાસ્ડ.
સમાજના દરેક વર્ગના દિકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય તેમજ તેમના વિકાસમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
બાઈટ : મીનાબેન જાદવ, પ્રમુખ,કાસ્ડ
આજની યુવા પેઢીને રાષ્ટ્રના નવનિર્માણ તેમજ દેશસેવાના હેતુથી સમાજના દરેક વર્ગના યુવાનો આગળ આવે તેવુ સંસ્થા વતી આહવાન કરવામાં આવેલુ હતુ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૌસ્તુભ ડિફેન્સ એકેડેમીના એચ.ઓ.ડી.શ્રી. જગદીશસિંહ પરમાર, એચ.ઓ.ડી એક્સ આર્મી. મુકેશસિંહ ઝાલા, શ્રી અર્જુન સિંહ ઝાલાનો સ્થાપક શ્રી રમેશભાઈ જાદવ અને પ્રમુખ શ્રી મીનાબેન જાદવ આભાર વ્યક્ત કર્યો હતો.
બાઈટ : કાસમભાઈ બાસઠીયા, એક્સ ડેપ્યુટી કલેકટર સાહેબ.
રીપોર્ટર : દિપક જોષી, CN24NEWSગીરસોમનાથ