Saturday, September 18, 2021
Homeગીર સોમનાથ : તલાટી મંત્રીના પ્રયાસોથી તળાવનું નિર્માણ બાદ વૃક્ષોનું વાવેતર કરાયું
Array

ગીર સોમનાથ : તલાટી મંત્રીના પ્રયાસોથી તળાવનું નિર્માણ બાદ વૃક્ષોનું વાવેતર કરાયું

દેશના ગ્રામ્‍ય વિસ્‍તારોને સુવિઘા સંપન્ન કરી આદર્શ બનાવવા કેન્‍દ્ર અને રાજય સરકાર અનેક યોજના ચલાવી રહી છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં તલાટી મંત્રીની સકારાત્‍મક કામગીરી અનેરો બદલાવ લાવી શકે છે. ત્‍યારે તલાટી મંત્રી ધારે તો કેવી કમાલ કરી શકે તેનો આદર્શ નમૂનો ગીર સોમનાથ જીલ્‍લાના તાલાલા તાલુકાના પીખોર ગીર ગામમાં દિવ્‍યાંગ તલાટી મંત્રીએ કરેલ કામગીરી પરથી જોવા મળે છે.

પીખોર ગામના દિવ્યાંગ તલાટીએ ગ્રામજનોને રોજગારી આપવાની સાથે તળાવ આપેલ છે અને તળાવ વિસ્તારમાં એક હજાર વૃક્ષોનું વાવેતર પણ કર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રશ્નો હોય છે પરંતુ જો તલાટી મંત્રી અને સરપંચ ગામને સમર્પિત બનીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તો ગામડા નંદનવન બની શકે તેનું ઉદાહરણ પીખોર ગામના તલાટી મંત્રી જગદીશભાઈ વાજા અને સરપંચ ગોવિંદભાઈ વાઢીયા પુરુ પાડી રહ્યા છે.

પીખોર ગામના શ્રમજીવીઓને આજીવિકા માટે મનરેગા યોજના હેઠળ થનાર કામગીરીમાં ગામના દિવ્યાંગ તલાટી જગદિશભાઈ વાજાએ ગામને રળીયામણું, સુંદર બનાવવા ગામના નવનિર્મિત બનાવાયેલ તળાવ વિસ્તારમાં એક હજાર વૃક્ષોનું વાવેતર કરી તમામ વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ કર્યો હતો. જે અંતર્ગત વાવણીલાયક વરસાદ બાદ વિવિધ જાતના વૃક્ષો લાવી તેનું વાવેતર કરવા તાજેતરમાં જ તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને વૃક્ષોરોપણ યોજાયો હતો. જેમાં મનરેગા યોજનાના 50 મજૂરો તથા ગામના યુવાનોએ તળાવના પાળે પૂજન વિધિ કરી વિવિધ જાતના અનેક વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ તકે વાવેતર કરાયેલ તમામ વૃક્ષોને ગામના યુવાનોએ પાણી પીવડાવી જતન કરી તમામ વૃક્ષોનો ઉછેર કરવા સંકલ્પ કર્યો હતો.

તાલાલાના તાલુકા વિકાસ અધિકારી જયોતિબેન બોરીચા, અંજનાબેન મકવાણા, તાલાલા આઈ.ડી. શાખાના જિતેન્દ્રસિંહ પરમાર, તા.પં.ના સદસ્ય ભાવેશભાઈ ભરડા, પૂર્વ સદસ્ય નાગજીભાઈ ચૌહાણ, ભાજપ અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયા, વજુભાઈ વાજાએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રવચન દરમ્યાન પીખોર અને ગુંદાળા સંયુક્ત ગા.પં.ના વૃક્ષોનું વાવેતર અને ઉછેરની કામગીરીની પ્રશંસા કરી સરપંચ તથા તલાટી કમ મંત્રી તથા યુવાનોને બિરદાવ્યા હતા. કાર્યક્રમમાં સરપંચ ગોવિંદભાઈ વાઢીયાએ તમામનું સ્વાગત કર્યું હતું.

ઉનાળાના કપરા દિવસો દરમ્યાન પીખોર તથા ગુંદાળા ગામના શ્રમજીવીઓને ઘરબેઠા આજીવિકા પ્રાપ્ત થાય માટે તલાટી મંત્રીની જાહેરાતથી પીખોર ગીર ગામે રૂ.16 લાખના ખર્ચે નવનિર્મિત તળાવ બનાવી પીખોર-ગુંદાળા બંન્ને ગામના પ્રત્યેક પરીવારને 100 દિવસની આજીવીકા અપાવી હતી. ચાલુ વરસાદની મોસમના પ્રથમ વરસાદમાં જ તળાવ પાણીથી ભરાઈ જતા હેઠળવાસ વિસ્તારમાં પાણીના તળ ઉંચા આવવાથી આજીવીકા માટે શ્રમજીવીઓની સાથે ખેડૂતો માટે પણ આ તળાવ આશીર્વાદરૂપ બન્યું હોવાનું ગ્રામજનો હરખભેર લાગણી વ્‍યકત કરી રહયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments