ગૌરવ : સોમનાથ ગીર ગાય હરિફાઈમાં 20 લીટર દુધ આપતી ઊનાની ગાય પ્રથમ, 31 હજારનું ઈનામ એનાયત

0
57

ઊના:શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇમાં ગીર ગાય હરિફાઈમાં 20 લીટર દુધ આપતી ઊનાની ગાય પ્રથમ આવી છે. આ ગાય ઉનાના ગૌપાલક ઘનશ્યામભાઈ વઘાસિયા છે. જ્યારે દ્વિતિય ક્રમાંક પર ગૌપાલક માણાવદરના કાંતિભાઇ ભુત અને તૃતિય સ્થાને ગૌપાલક માણાવદરના સેની જગદીશભાઇ આવેલ છે. આ હરિફાઈમાં પ્રથમ આવનારને 31000રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, દ્વિતીય આવનારને 21000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો અને તૃતિય આવનારને 11000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો આપવામાં આવેલ છે.

માળિયાની વાછરડી પ્રથમ સ્થાન પર
શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇ વાછડીમાં પ્રથમ ગૌપાલક માણસુરભાઇ ભુરાણી માળીયા હાટીના આવેલ છે. જ્યારે દ્વિતીય ગૌપાલક રાજુભાઇ ડોબરીયા (તાલાલ) અને તૃતિય ગૌપાલક નીતીન બારડ (કોડીનાર) આવેલ છે.

પ્રથમ ત્રણ આવેલા ગૌપાલકોને ઈનામ એનાયત કરાયા
સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને સચિવ પી. કે. લહેરીએ જણાવ્યુ હતું કે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના બાદ સૌ પ્રથમવાર આવો સેમીનાર ગૌ શાળા ખાતે યોજાયેલા છે. બારજીલમાં ગીર ગાયનુ સંવર્ધન થાય છે તેના મુળમાં ગુજરાત છે. ગૌ શાળામાં ફળઝાડનાં વૃક્ષો રોપણ રાજ્યના મંત્રી આર.સી.ફળદુ, અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે સોમનાથ ટ્રસ્ટ ની ગૌ શાળા મા કરવામા આવ્યુ હતું, ત્યારબાદ ઈનામ અને પ્રમાણપત્ર ઈનામ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ત્રણ કેટેગરીમાં ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ સેમીનાર બે જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો અને ગૌ વંશ અને વ્યવસ્યા વિશે માર્ગદર્શન મેળવ્યુ હતું. જાણકારી મેળવી હતી આ તકે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે. ડી પરમાર, ભાવેશ વેકરીયા, યશોધરભાઇ ભટ્ટ અને પપશુતબિબ હાજર રહ્યા હતા. આ ત્રણેય કેટેગરીમાં પ્રથમ આવનારને 31000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, દ્વિતીય આવનાર ને21000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, તૃતિય આવનાર ને 11000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો આપવામાં આવ્યા હતા. આ સેમીનાર દ્વારા ગીર ગાયના સંવર્ધન થાય તેવા શુભાશય સાથે સૌ ઉપસ્થીતને માહિતગાર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here