ગ્રામ પંચાયત દ્વારા જ કોઝ વે ના કામ માં કરાયો ભયંકર ભ્રષ્ટાચાર… છ માસ માં જ કોઝ વે બન્યો ક્ષતીગ્રસ્ત

0
0

જયાં વાડ જ ચીભડા ગળે ત્યાં કોને ફરીયાદ કરવી… જી હાં આવો જ કાંઇક તાલ સર્જાયો છે ગીર સોમનાથ જીલ્લા ના ચમોડા ગામે… ગ્રામ પંચાયત દ્વારા જ કોઝ વે ના કામ માં કરાયો ભયંકર ભ્રષ્ટાચાર…  છ માસ માં જ કોઝ વે બન્યો ક્ષતીગ્રસ્ત… રોષીત ગ્રામજનો દ્વારા લેખીત ફરીયાદ કરી ભ્રષ્ટાચારીઅો સામે પગલાં લેવા કરી માંગ…

 

સરકાર દ્વારા લોકો ની સુખાકારી માટે લાખો ની રકમ ના અનેક વિઘ વિકાસ કાર્યો હાથ ઘરવામાં આવે છે.

 

આ વિકાસ કાર્યો માટે જરૂરી ગ્રાન્ટો પણ ફાળવવા માં આવે છે…પરંતુ જયાં ખાટલે મોટી ખોટ હોય ત્યાં ની પ્રજાને પારાવાર મુશ્કેલી જ વેઠવી પડે છે. અને તેમાં પણ જયારે ખુદ વાડ જ ચીભડા ગળે ત્યારે કોને ફરીયાદ કરવી તેવી સ્થીતી ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ તાલુકાના ચમોડા ગામે સામે આવી છે.

છ માસ પૂર્વે ગ્રામપંચાયત દ્વારા ૧૫ ટકા વિવેકાઘીન ગ્રાન્ટ માંથી ચમોડા થી ડાભોર જતા રોડ પર વોકળા પર કોઝ વે નું કામ હાથ ઘરાયેલ.આ કામ ગ્રામપંચાયત હસ્તક જ કરવામાં આવેલ…

પરંતુ ગ્રામપંચાયત દ્વારા જ આ કોઝ વે ના કામ માં ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા ના ગ્રામજનો દ્વારા આક્ષેપો લગાવાઇ રહયા છે..

 


ખાસ જયારે કોઝ વે નું કામ ચાલી રહેલ ત્યારે આર.સી.સી દીવાલ ના કામ માં પત્થરો ભરી દેવાયા ના બોલતા પુરાવા સમાન એક વિડીયો ગ્રામજનો દ્વારા જ વાયરલ કરાયેલ છે. જેમાં કોઝ વે ના કામ માં ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા નું સ્પષ્ટ  જણાઇ આવે છે. હાલ માત્ર છ માસ માં જ આ કોઝ વે ક્ષતીગ્રસ્ત બન્યો છે અને બેસી ગયો છે તેમજ કોન્ક્રેટ વર્ક માં લોટ પાણી ને લાકડા કરાયા હોય જેથી કાકરીઅો હાથે થી જ ઉખડી રહી છે. ગ્રામજનો ના કહેવા મુજબ હાલ છ માસ માં જ આ સ્થીતે અને હજુ વરસાદ આવ્યો નથી જો વરસાદ આવશે તો આ કોઝ વે જરૂર થી ઘોવાઇ જશે.જેથ  આ કામ માં ભ્રષ્ટાચાર આચરનાર પદાઘીકારી, અને અઘિકારીઅો સામે કડક પગલાં ની માંગ કરવામાં આવી છે.

ચમોડા ગામના સરપંચ રાજશે પરમારે તો મીડીયા સમક્ષ કોઝ વે નું કામ નબળું થયાનું અને તે માટે ૫૦ હજાર ની રકમ પેનલ્ટી રુપી કાપી લેવાની વાત નો સ્વીકાર કર્યો પરંતુ પંચાયત દ્વાર થયેલ ભ્રષ્ટાચાર બાબતે કોઇ જવાબ આપ્યો નહી.બીજી તરફ તાલુકા વિકાસ અઘિકારી દ્વારા આ બાબતે ગ્રામજનો ની લેખીત ફરીયાદ મળેલ હોય અને યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી નો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.

ગ્રામ્ય કક્ષા એ જયારે ખુદ ગ્રામપંચાયત દ્વારા જ વિકાસ કાર્યો માં ભ્રષ્ટાચાર આચરવામાં આવે તો વાસ્તવીકા વિકાસ કયારે થાય… તંત્ર અને સરકાર ચમોડા ગામે થયેલ ભ્રષ્ટાચાર બાબતે શુ કાર્યવાહી કરે છે તે તો સમય જ બતાવશે પરંતુ હાલ તો લાખો ના ખર્ચે બનેલ કોઝ વે લોક ઉપયોગી ના બદલે માત્ર ભ્રષ્ટાચાર નું માઘ્યમ બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here