ડિનર ડેટ પર જોવા મળ્યા ગીતા બસરા અને હરભજન સિંહ

0
64

બોલીવુડ અભિનેત્રી ગીતા બસરા આ દિવસોમાં ફિલ્મોથી દુર છે પરંતુ તે પોતાની તસ્વીરોના કારણે ચર્ચાઓમાં આવતી રહે છે. આ દરમિયાન એક વખત ફરીથી ગીતા બસરાની કેટલીક તસ્વીરો સોશિયલ સાઈટ પર ખુબ વાયરલ થઈ રહી છે. ગઈ રાતે ગીતા બસરાને ક્રિકેટર પતિ હરભજન સિંહ સાથે રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા. આ દરમિયાન ગીતા બસરા બ્લેક ટ્રાન્સપેરેંટ ટોપ અને સ્કર્ટમાં સ્ટનીંગ જોવા મળી હતી. સામાન્ય મેકઅપ, ન્યુડ લિપસ્ટીક અને ખુલ્લા વાળ તેમના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે. તેની સાથે તેમને બ્લેક હિલ્સ પહેર્યા છે. જ્યારે હરભજન સિંહની વાત કરીએ તો તે ગ્રીન ટી-શર્ટ અને જીન્સમાં હેન્ડસમ જોવા મળી રહ્યા હતા. આ દરમિયાન હરભજન સિંહે ટી-શર્ટ સાથે મેચિંગ શુઝ પહેર્યા હતા.

રેસ્ટોરન્ટની બહાર કપલે ઘણા પોઝ આપ્યા હતા. જ્યારે કેટલીક તસ્વીરોમાં હરભજન સિંહ પોતાની ફેન સાથે સેલ્ફી લેતા જોવા મલીર હયા છે. કપલની આ તસ્વીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા બાદ ગીતા બસરાએ હરભજન સિંહથી લગ્ન કર્યા હતા. બંનેનો રોમાન્સ પણ ખુબ ચર્ચામાં રહ્યો હતો. હરભજન સિંહ અને ગીતા બસરાનું કપલ પણ બોલીવુડ અને ક્રિકેટનું કોકટેલ કપલ છે.

વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેત્રી ગીતાએ લગ્ન બાદ ફિલ્મોથી દુરીયા બનાવી લીધી છે. પરંતુ તે ચાહકોથી હજુ પણ સોશિયલ મીડિયા દ્વ્રારા કનેક્ટ છે. ગીતા બસરા ઘણી વખત સોશિયલ મીડિયા પર પુત્રી હિનાયા અને હરભજન સાથેની સુંદર તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here