ડિસ્કાઉન્ટ : એક રૂપિયો આપો અને હીરો, હોન્ડા અને TVSની કોઇપણ બાઇક ખરીદો, 5% કેશબેક પણ મળશે અને કોઈ પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી નહીં પડે

0
41

ધીમે-ધીમે અનલોક ખૂલી રહ્યું છે અને ફેસ્ટિવ સિઝન શરૂ થઈ રહી છે. જો તમે તેનો લાભ લેવા માગતા હો તો તમે માત્ર એક રૂપિયો આપીને મનપસંદ બાઇક ખરીદી શકો છો. જી હા, આ ઓફર હેઠળ તમે હીરો મોટો કોર્પ, હોન્ડા અને TVSની મનપસંદ બાઇક ખરીદી શકો છો. આ સુવિધા ફેડરલ બેંક દ્વારા દેશભરના 947 શો રૂમમાં આપવામાં આવી રહી છે. આ ઓફર હેઠળ તમને 5% કેશબેક પણ મળશે અને કોઈ પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી નહીં પડે.

ગ્રાહકે બેંક બ્રાંચમાં જવાની જરૂર નથી

ફેડરલ બેંકે જણાવ્યું છે કે આ માટે ગ્રાહકે બેંક બ્રાંચમાં જવાની જરૂર નથી. બેંકે કહ્યું કે, ટૂ-વ્હીલર ખરીદનારા ગ્રાહકો માટે આ ખૂબ જ સારી ઓફર છે. ફેડરલ બેંકના ગ્રાહકોને તેમના ડેબિટ કાર્ડ પર EMI સુવિધા પણ મળશે. બેંકે કહ્યું કે આ ઓફર હેઠળ કોઈ પેપરવર્ક પણ કરવામાં નહીં આવે. આ સંપૂર્ણ રીતે ઓનલાઇન થશે. તમે ઘેરબેઠાં આ કામ કરી શકો છો.

વાહનોને બેંકની તરફેણમાં હાઇપોથિકેશન કરવાની જરૂર નથી

ફેડરલ બેંક જણાવે છે કે, ટૂ-વ્હીલર લોનથી વિપરીત બેંકના ડેબિટ કાર્ડ EMI પર ખરીદાયેલા વાહનોને બેંકની તરફેણમાં હાઇપોથિકેશન કરાવવાની જરૂર નથી. ગ્રાહકો 3, 6, 9 અથવા 12 મહિનાની ચૂકવણીનો સમયગાળો પસંદ કરી શકે છે. આ યોજના હેઠળ લોન પર કોઈ પ્રોસેસિંગ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. ગ્રાહકો હોન્ડા મોટરસાઇકલના દેશભરમાં 793 શો રૂમ્સ પર 5% કેશબેક મેળવી શકે છે.

તમે આ નંબર પર SMS કરીને જાણી શકો છો

આ માટે ગ્રાહકોએ 5676762 નંબર પર SMS અથવા 7812900900 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. આ નંબર પર ફોન કરીને EMI વિશે પણ માહિતી મેળવી શકાશે. ફેડરલ બેંકે કહ્યું કે, ફેસ્ટિવ સિઝનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા અને પ્રોટોકોલના કારણે મુસાફરો તરફથી ટૂ-વ્હીલરની માગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. તેમજ, આગામી સમયમાં બાઇક પર GST ઘટવાની સંભાવના છે. સરળ લોન અને કેશબેક ઓફર જેવા ઓપ્શન્સને કારણે ગ્રાહકો ટૂ-વ્હીલર ખરીદી રહ્યાં છે.

36 હજાર સ્ટોર્સમાં ડેબિટ કાર્ડ પર EMI

ફેડરલ બેંક દેશભરના 36,000 સ્ટોર્સમાં ડેબિટ કાર્ડ પર EMI પેમેન્ટની સુવિધા આપે છે. બેંકે તાજેતરમાં ઇ-કોમર્સ પોર્ટલ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ખરીદી માટે EMI સુવિધા શરૂ કરી છે. બીજીબાજુ, લોન આપવનારી NBFC શ્રીરામ સિટીના અધિકારીનું કહેવું છે કે, આ વખતે અચાનક ટૂ-વ્હીલર્સની માગમાં વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here