Mother’s Day 2020 : લૉકડાઉનમાં ઘરે બેઠા મમ્મીને આપો આ સરપ્રાઈઝ ગિફ્ટ, યાદગાર બની જશે દિવસ

0
8

આજે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા લૉકડાઉનના કારણે શક્ય છે કે તમે તમારી મમ્મીને કોઈ ખાસ ગિફ્ટ ન આપી શકો. પરંતુ જો તમે તેમના માટે કંઈ ખાસ પ્લાન કરવા ઈચ્છો છો તો આ આઈડિયાઝ તમારા માટે છે. તમે આ નાની વાતોથી પણ આજના ખાસ દિવસે તમારી મમ્મીને ખુશ કરી શકો છો. માતાના પ્રેમને વર્ણવવાનો કોઈ અવસર તમે ચૂકી જાઓ નહીં તે માટે આ આઈડિયાઝ આપવામાં આવ્યા છે.

  • લૉકડાઉનમાં પણ ઉજવો મધર્સ ડે
  • મમ્મીને આ સરપ્રાઈઝ ગિફ્ટથી કરો ખુશ
  • હજુ પણ કંઈ નથી વિચાર્યું તો કરી લો આ પ્લાન

કોલાજ ગિફ્ટ કરો

જીવનની સુંદર ક્ષણો અને તમારી માતા સાથે સુંદર પળોની યાદોને કોલાજમાં ઉતારો. બાળપણનો એક ફોટો લો, જેમાં માતા તમારા વાળ ઓળે છે અથવા વાળમાં તેલ નાંખી આપે છે અથવા ખવડાવે છે, અને આવા ઘણા ફોટો મિક્સ કરીને એક કોલાજ બનાવો અને માતાને ભેટ આપો. તમારી માતા આ સરળ ભેટ જોઈને ખૂબ આનંદ અનુભવશે.

માતાની ફેવરિટ ડિશ બનાવો

માતા તેના સુખ પહેલા હંમેશા આખા કુટુંબની અને આપણી ખુશીની સંભાળ રાખે છે. જેના કારણે અનેક વખત માતાની ઘણી ઇચ્છાઓ અધૂરી રહી જાય છે. આ મધર્સ ડેએ તમે માતાની પસંદની એક વિશેષ રેસીપી તૈયાર કરો અને તેમને સર્વ કરો. તમારી મમ્મી આ જોઈને ખુશ થશે.

મસાજ કરો

ઘરમાં તમારી મમ્મી દરેકની દેખરેખ કરે છે તો તેને પણ કેરની જરૂર હોય છે. તમે તમારી મમ્મીને હેન્ડ મસાજ, બોડી મસાજ કે લેગ મસાજ આપો. માની પસંદના ઓઈલથી હળવા હાથે તેમને મસાજ કરી આપો. જેથી તેઓ રિલેક્સ ફીલ કરશે.

બ્યૂટી ટ્રીટમેન્ટ આપો

લાંબા સમયના લોકડાઉનના કારણે બ્યૂટી પાર્લર પણ બંધ છે. આ સમયે તમે તમારા હાથથી ઘરે જ હોમમેજ ફેસ પેકની મદદથી તમારી માતાને રિલેક્સ અને સ્પેશ્યલ ફીલ કરાવો. તેમને માથામાં મહેંદી લગાવી આપો. આ નાના પ્રયાસોથી તમે તેમને ખાસ ફીલ કરાવી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here