Thursday, October 28, 2021
Homeહાલની સ્થિતિને જોતા ફેબ્રુઆરી સુધી નહીં યોજાય CBSEની પરીક્ષાઓ : શિક્ષણ મંત્રી.
Array

હાલની સ્થિતિને જોતા ફેબ્રુઆરી સુધી નહીં યોજાય CBSEની પરીક્ષાઓ : શિક્ષણ મંત્રી.

દેશમાં ફેબ્રુઆરીમાં CBSEની બોર્ડ પરીક્ષાઓ નહીં યોજાય. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે આ અંગે જાણકારી આપી. તેઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડ એજ્યુકેશન (CBSE)ની બોર્ડ પરીક્ષાઓને લઈને જણાવ્યું કે હાલની સ્થિતિને જોતા 10-12ની બોર્ડ પરીક્ષાઓ હાલ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરાવવાની કોઈ જ યોજના નથી. જો કે શિક્ષણ મંત્રીએ તે વાત પણ સ્પષ્ટ કરી કે પરીક્ષાઓ ફેબ્રુઆરી બાદ યોજાશે. સ્થિતિને ધ્યાનમાં રાખતા ટૂંક સમયમાં જ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે.

શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો

લાઈવ વેબિનાર દરમિયાન શિક્ષણ મંત્રીએ કહ્યું કે કોરોના કાળમાં શિક્ષકોએ યોદ્ધાઓની જેમ બાળકોને ભણાવ્યા છે. ઓનલાઈન મોડથી બાળકોને ભણાવવામાં ટીચર્સે કોઈ જ કસર છોડી નથી. તેઓએ કહ્યું કે નવી શિક્ષા નીતિ અંતર્ગત સ્કૂલના અભ્યાસમાં જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિષય લાવી રહ્યાં છે. આવું કર્યા બાદ ભારત દુનિયાનો પહેલો દેશ હશે, જ્યાં સ્કૂલી સ્તરે જ AIનો અભ્યાસ થશે.

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલની મોટી વાતો

  • નવી શિક્ષા નીતિમાં છઠ્ઠીથી જ વોકેશનલ સ્ટ્રીમ લાવવામાં આવ્યા છે. જે અંતર્ગત અભ્યાસની સાથે ઈન્ટરશિપ થશે.
  • હવે અભ્યાસ માત્ર પુસ્તકો સુધી સીમિત નહીં હોય. જેનો હેતુ બાળકોમાં ઉદ્યોગો અને કૃષિમાં પ્રશિક્ષણ આપવાનો છે.
  • આપણાં દેશના લોકોએ વિશ્વભરમાં જે બુલંદીઓને સ્પર્શયા, તેની પાછળ ક્યાંકને ક્યાંક શિક્ષકોનો હાથ પણ રહ્યો છે.
  • કોરોનાના મુશ્કેલા સમયમાં શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવામાં ભજવેલી ભૂમિકા માટે શિક્ષણ મંત્રીએ ટીચર્સનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે મેં શિક્ષકથી શિક્ષણ મંત્રી સુધીની યાત્રા નિશ્ચિત કરી છે, તે માટે એક શિક્ષકનું સામર્થ્ય સમજી શકુ છું.

ઓફલાઈન જ હશે બોર્ડ પરીક્ષા

CBSE દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, બોર્ડ પરીક્ષાઓ ઓનલાઈન નહીં હોય. વર્ષ 2021માં થનારી પરીક્ષા પેહલાંની જેમ જ આપવાની રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ આ પહેલાં 10 ડિસેમ્બરે પણ એક વેબિનાર આયોજિત કરી ચુક્યા છે.

પહેલાં 17 તારીખે જ વેબિનાર મળવાની હતી

આ પહેલાં આ લાઈવ ઈન્ટરેક્શન 17 ડિસેમ્બરે જ મળવાની હતી, જે બાદ 22 તારીખ સુધી ટાળવામાં આવ્યું હતું. જે અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments