ફંડ ફોર કોરોના : અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 1 લાખ રોજમદાર શ્રમિકોને 1 મહિનાનું કરિયાણું આપી મદદ કરશે

0
7
  • અમિતાભની આ પહેલને સોની પિક્ચર્સ અને કલ્યાણ જ્વેલર્સનો પણ સપોર્ટ 
  • વર્કર્સને ડિજિટલ બારકોડ કુપન આપવામાં આવશે 
  • લોકોને ઘરે રહેવાનું મહત્ત્વ સમજાવવા ‘ફેમિલી’ નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરશે 
  • 6 એપ્રિલે મલ્ટિ સ્ટારર શોર્ટ ફિલ્મ ‘ફેમિલી’ સોની નેટવર્ક પર આવશે 

મુંબઈ. કોરોના વાઇરસ મહામારીને કારણે તમામ શૂટિંગ અને પ્રોડક્શનના કામ બંધ થઇ ગયા છે જેને કારણે આ ઇન્ડસ્ટ્રી પર રોજગારી માટે નભતા ઘણા બધા શ્રમિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા 1 લાખ રોજમદાર શ્રમિકોની મદદ માટે અમિતાભ બચ્ચન આગળ આવ્યા છે. ઓલ ઇન્ડિયા ફિલ્મ એમ્પ્લોય્સ કન્ફેડરેશન સાથે જોડાયેલ વર્કર્સને સહાયની અમિતાભની આ પહેલને સોની પિક્ચર્સ અને કલ્યાણ જ્વેલર્સનો પણ સપોર્ટ મળ્યો છે.

સોની પિક્ચર્સ નેટવર્ક દ્વારા રવિવારે સ્ટેટમેન્ટ રિલીઝ કરાયું હતું કે, આ સમયમાં મિસ્ટર બચ્ચન દ્વારા એક પહેલ હાથ ધરાઈ છે જેને સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા અને કલ્યાણ જ્વેલર્સ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત દેશના 1 લાખ હાઉસહોલ્ડને 1 મહિનાનું રેશન આપવામાં આવશે. તેમાં આગળ ઉમેર્યું હતું કે, ભારતના લીડિંગ હાયપર માર્કેટ્સ અને ગ્રોસરી સ્ટોર્સ સાથે કમર્શિયલ ટાઈ અપ કરીને ઓલ ઇન્ડિયા ફિલ્મ એમ્પ્લોય્સ કન્ફેડરેશનના વેરિફાઇડ વર્કર્સને ડિજિટલ બારકોડ કુપન આપવામાં આવશે. ઉપરાંત નાણાકીય મદદ પણ પૂરી પાડવામાં આવશે જેને તેની જરૂર હોય.

સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર એનપી સિંહે કહ્યું કે, આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો જ ભાગ છે. તેઓ ઇન્ડિયન ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના વર્કર્સને સહાય કરશે. તેમણે કહ્યું હતું કે, અમે ઓછામાં ઓછા 50,000 વર્કર્સ અને તેમના પરિવારને એક મહિનાનું કરિયાણું મળે તે સુનિશ્ચિચિત કરશું.

કલ્યાણ જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું કહેવું છે કે, અત્યારે સમગ્ર દુનિયા આ મહામારીનો સામનો કરી રહી છે અને આ મુશ્કેલીની પરિસ્થિતિમાં અમે મિસ્ટર બચ્ચનની પહેલને સોની પિક્ચર્સ સાથે સપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. અમે 50,000 ડેઇલી વેજ વર્કર્સ અને તેમના પરિવારને એક મહિનાનું રેશન સપ્લાય કરશું.

સ્વાભાવિક છે કે અમિતાભ બચ્ચન આ બંને બ્રાન્ડ્સ સાથે ઘણા સમયથી જોડાયેલ છે. સોની ચેનલ પર આવતો કૌન બનેગા કરોડપતિ ગેમ શો બચ્ચન 2010થી હોસ્ટ કરે છે. જ્યારે બિગ બી કલ્યાણ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે.

‘ફેમિલી’ નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરશે 

આ સિવાય બિગ બી એક શોર્ટ ફિલ્મમાં પણ દેખાશે. ‘ફેમિલી’ નામની આ શોર્ટ ફિલ્મને પ્રસૂન પાંડેએ વર્ચ્યુઅલી ડિરેક્ટ કરી છે. આ શોર્ટ ફિલ્મમાં ઘરે રહેવાનું મહત્ત્વ, હાયજીન મેન્ટેન કરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિગનું મહત્ત્વ સમજાવ્યું છે. આ શોર્ટ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં બિગ બીની સાથે રજનીકાંત, રણબીર કપૂર, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, ચિરંજીવી, મોહનલાલ, મામૂટી, સોનાલી કુલકર્ણી, શિવ રાજ કુમાર, પ્રોસેન્જીત ચેટર્જી અને દિલજિત દોસાંજ સામેલ છે. આ શોર્ટ ફિલ્મ સોનીના દરેક નેટવર્ક પર અને સોની લિવ એપ પર 6 એપ્રિલના રોજ રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here