મહેસાણા : દારૂ પીવા રૂ.20 ના આપતાં યુવાનને છરીના 3 ઘા માર્યા, બચાવવા ગયેલા યુવકને મારી છરી,

0
5

મહેસાણામાં ભીલવાસમાં દારૂ પીવા માટે રૂ.20 નહીં આપનારા યુવાનને ઉપરા છાપરી છરીના 3 ઘા મારનારા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે હુમલાખોરે પણ એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

મહેસાણા પાંજરાપોળ વિસ્તારમાં આવેલા ભીલવાસમાં રહેતા અમિત વસંતભાઇ ભીલ સોમવારે પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમના ઘરે આવેલા વિસ્તારમાં રહેતા પ્રકાશ ભરતભાઇ ભીલે દારૂ પીવા માટે રૂ.20 માગ્યા હતા, જે તેમને આપવાનો ઇન્કાર કરતાં તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા પ્રકાશે કમરમાંથી છરી કાઢી અમિત ભીલની છાતી,કમર અને પાછળના ભાગે ત્રણ ઘા માર્યા હતા. આ સમયે વચ્ચે પડેલા દિપક નામના યુવાનને છરી મારી પ્રકાશ ભીલ નાસી ગયો હતો. આ હુમલાખોરને ઇજા થઇ હતી.આ બનાવ અંગે અમિત વસંતભાઇ ભીલે પ્રકાશ ભીલ સામે, જ્યારે પ્રકાશ ભીલે અમિત વસંતભાઇ ભીલ સામે એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી.