જીકેમાં હવે જન્મથી જ બાળકની બહેરાશનું પ્રમાણ જાણી શકાશે

0
5

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં જન્મથી બહેરાશ ધરાવતા બાળકોની બહેરાશ ચકાસણી માટે બે સંસ્થા દ્વારા ‘બેરા’ મશીન લોકાર્પિત કરવામાં આવ્યું હતું. આધુનિક બનાવટનું અને ૧૦ લાખથી વધુ કિંમતનું આ મશીન જી.કે.ને પ્રાપ્ત થતાં બાળકોનું વિનામૂલ્યે બહેરાશનું પરિક્ષણ કરી શકાશે. પ્રથમ દિવસે જ ૨૦ બાળકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

કચ્છમાં 300થી વધુ બાળકોને રોગ

લોકાર્પણ કરતાં ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. સર્જન ડો. નીરજ સુરી કહ્યું કે, આ મશીનથી બાળકના કાનમાં કોઈપણ સ્તરે રહેલી ક્ષતિનો તાગ મેળવી શકાશે. એક અંદાજ મુજબ કચ્છમાં ૩૦૦થી ૪૦૦ એવા બાળકો છે જેમને જન્મથી આવી ક્ષતિ છે. મુખ્ય દાતા વેલસ્પન ફાઉન્ડેશનના ડો. ભારતી બી.વી.એ જણાવ્યુ હતું કે, તેમની સંસ્થા આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ તથા માળખાગત સુવિધાના નિર્માણનું કાર્ય કરે છે. મશિન માટે તારા ફાઉન્ડેશનનો પણ આર્થિક સહયોગ સાંપડ્યો હતો. જી.કે.ના ચીફ મેડિકલ સુપ્રિ. ડો.નરેંદ્ર હિરાણીએ કહ્યું કે, મશીન બહુ ઉપયોગી થશે તેમ જણાવ્યું હતું. સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે માર્ગદર્શન આપ્યુ હતું. અદાણી સંચાલિત હોસ્પિટલમાં યોજાયેલા લોકાર્પણ પ્રસંગે ડો. જયવીરસિંહ ઝાલા, નીરવ ગોહિલ, ધર્મેન્દ્ર ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here