GLOBAL HANDWASHING DAY 2020 : કેમ મનાવવામાં આવે છે ગ્લોબલ હેન્ડવોશ ડે?

0
3

પ્રત્યેક વર્ષ 15 ઑક્ટોબરના દિવસે વૈશ્વિક સ્તર પર હાથની સ્વચ્છતાને લઇને ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે મનાવવામાં આવે છે. તેની પાછળની માન્યતા છે કે હાથોની ગંદકીથી થતી બીમારીઓ જેવી કે ડાયરિયા, આંખ અને ત્વચા સંબંધી બીમારીઓથી બચાવ કરવો. હવે તો કોરોના સંક્રમણની મહામારીએ હાથ ધોતાં રહેવાની પ્રવૃત્તિને વધુ આગળ વધારવાનું કામ કરે છે.

ડૉક્ટર્સનું માનીએ તો આપણા હાથમાં અજાણતા કેટલી ગંદકી હોય છે જેને આપણે જોઇ શકતા નથી, જે કોઇ પણ વસ્તુનો સ્પર્શ કરવાથી, તેનો ઉપયોગ કરવો અને કેટલાય પ્રકારના રોજિંદા કામોના કારણે હોય છે. આ ગંદકી હાથ ધોયા વગર કંઇ પણ ખાવા-પીવાથી શરીરમાં પહોંચી જાય છે અને કેટલાય પ્રકારની બીમારીઓને જન્મ આપે છે, હાથ ધોવા પ્રત્યે લોકોમાં જાગરૂકતા વધારવા માટે વૈશ્વિક સ્તર પર દર વર્ષે 15 ઑક્ટોબરે હેન્ડ વૉશિંગ ડે મનાવવામાં આવે છે. આ દિવસની સ્થાપના વર્ષ 2008માં ગ્લોબલ હેન્ડ વોશિંગ પાર્ટનરશિપ દ્વારા કરવામાં આવી જેમનો પ્રયત્ન સાબુથી હાથ ધોવાના મહત્ત્વ પર જાગરૂકતા ફેલાવાનો છે.

આ વર્ષના ગ્લોબલ હેન્ડવૉશિંગ ડેની થીમ ‘તમામ લોકો માટે સ્વચ્છ હાથ’ નક્કી કરવામાં આવી છે. આ વર્ષે તમામ લોકો હાથની સ્વચ્છતાના મહત્ત્વને સમજી ચુક્તા છે. કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી અસરકારક પદ્ધતિ સરખી રીતે હાથ ધોવાની છે જેનાથી સંક્રમણનું જોખમ ઘણું ઓછુ થઇ જાય છે. ડબ્લ્યૂએચઓના વૈશ્વિક સૂચનોમાં કોવિડ-19 મહામારીને અટકાવવા અને નિયંત્રિત કરવા અને આ વ્યવહારમાં લાવવા માટે હાથોની સ્વચ્છતાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું છે. તેના માટે તાજેતરમાં જ ડબ્લ્યૂએચઓ અને યૂનિસેફની આગેવાનીમાં હેન્ડ હાઇજીન ફૉર ઑલ ગ્લોબલ ઇનિશિએટિવ લૉન્ચ કરવામાં આવે છે.

ગ્લોબલ હેન્ડ વૉશિંગ ડેની સ્થાપના વર્ષ 2008માં સ્વીડનમાં કરવામાં આવી હતી. ગ્લોબલ હેન્ડવૉશિંગ પાર્ટનરશિપે સ્વીડનમાં આયોજિત વર્લ્ડ વૉટર વીકમાં આ દિવસની શરૂઆત કરી હતી. જેનો હેતુ સાબુથી હાથ ધોવા પ્રત્યે લોકોમાં જાગરૂકતા ફેલાવવાનો હતો. પાર્ટનરશિપ સમિતિના સભ્યોમાં કોલગેટ, પામોલિવ, FHI 360, પ્રૉક્ટર એન્ડ ગેમ્બલ, યૂનિસેફ, યૂનિલિવર અને વર્લ્ડ બેન્ક સામેલ હતા. આ દિવસ સેલિબ્રેટ કરવા માટે દર વર્ષે કેટલાય પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનો ખાસ હેતુ લોકોને હાથ ધોવાનું મહત્ત્વ દર્શાવવાનો છે.