Saturday, September 18, 2021
Homeગોવા : ચાલુ ટ્રેન ભૂસ્ખલનના ઝપેટમાં આવી જતાં ટ્રેક પરથી ઊતરી ગઈ
Array

ગોવા : ચાલુ ટ્રેન ભૂસ્ખલનના ઝપેટમાં આવી જતાં ટ્રેક પરથી ઊતરી ગઈ

ગોવામાં એક ટ્રેન ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ હતી. મેંગ્લોરથી મુંબઈ જતી એક પેસેન્જર ટ્રેન ભૂસ્ખલનની ઝપેટમાં આવી જતાં ટ્રેક પરથી ઊતરી ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભૂસ્ખલનને કારણે ટ્રેનના શું હાલ થયા છે. માહિતી મુજબ, ભારે વરસાદને લીધે ગોવામાં દૂધસાગર અને સોનૌલિમમાં ભૂસ્ખલન થયું. આ સમયે અહીંથી પસાર થતી ટ્રેન ટ્રેક પરથી ઊતરી ગઈ. આ દુર્ઘટનામાં કોઈ પેસેન્જરને ઈજા થઈ નથી. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રભાવિત કોચના પેસેન્જર્સને અન્ય કોચમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને ટ્રેને પાછી સ્ટેશન મોકલી દેવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ગોવામાં શનિવારે પણ મેઘતાંડવ યથાવત્ છે. સતત 5 દિવસથી વરસતાં વરસાદને લીધે અહીં ઘણાં વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. નિંચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયું છે, પૂરને કારણે 1 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments