Saturday, September 18, 2021
Homeગોવા : CM સાવંતે આપેલા નિવેદનથી બબાલ; બીચ પર સગીર વયની બે...
Array

ગોવા : CM સાવંતે આપેલા નિવેદનથી બબાલ; બીચ પર સગીર વયની બે કિશોરીઓ સાથે રેપ

પર્યટકોના ફેવરિટ ગોવામાં એક બીચ પર બે કિશોરીઓ સાથે રેપની ઘટના બની છે અને તેમની સાથે હાજર બીજા બે યુવકોને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

જોકે આ ઘટના બાદ ગોવાની સરકારને વિપક્ષોએ ઘેરી છે ત્યારે ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યુ હતુ કે, આપણે હંમેશા પોલીસને ટાર્ગેટ કરીએ છે પણ આ રેપની ઘટના બની ત્યારે દસ યુવાઓ બીચ પર પાર્ટી માટે ગયા હતા. તેમાંથી 6 પાછા આવી ગયા હતા અને ચાર જણા આખી રાત બીચ પર રોકાયા હતા. આ રીતે સગીર વયના કિશોરોનુ બીચ પર આખી રાત રોકાવુ યોગ્ય પણ નથી

સાવંતે આગળ કહ્યુ હતુ કે, આ કિશોરોના માતા પિતાએ પણ ધ્યાન આપવુ જોઈએ કે, તેમના સંતાનો રાતે ક્યાં જાય છે. જો 14 વર્ષનુ બાળક આખી રાત બીચ પર રહે તો માતા પિતાએ વિચાર કરવાની જરૂર છે. આ સંજોગોમાં સરકાર કે પોલીસ પર તમામ જવાબદારી ઢોળી દેવી યોગ્ય નથી.

જોકે આ નિવેદન બાદ ગોવાના વિરોધ પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટીના નેતા વિજય સરદેસાઈએ સાવંત પર વળતો પ્રહાર કરતા કહ્યુ હતુ કે, રાજ્યના નાગરિકોની સુરક્ષાની જવાબદારી પોલીસ અને સરકારની છે અને તેઓ જો સુરક્ષા ના કરી શકતા હોય તો મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંદે રાજીનામુ આપી દેવુ જોઈએ.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments