નવરાત્રિના દુર્લભ યોગ :17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી દેવી પૂજા, 58 વર્ષ પછી નવરાત્રિ દરમિયાન શનિ-ગુરુ પોતાની જ રાશિમાં રહેશે

0
17

શનિવાર, 17 ઓક્ટોબરથી દેવી પૂજાનો નવ દિવસનો પર્વ નવરાત્રિ શરૂ થઇ રહ્યો છે. આ પર્વ 25 ઓક્ટોબર સુધી રહેશે. આ વખતે નવરાત્રિની શરૂઆતમાં 17 તારીખે જ સૂર્યનું રાશિ પરિવર્તન પણ થશે. સૂર્ય તુલામાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં પહેલાંથી વક્રી બુધ પણ રહેશે. આ કારણે બુધ-આદિત્ય યોગ બનશે. સાથે જ, 58 વર્ષ પછી શનિ-ગુરુનો પણ દુર્લભ યોગ બની રહ્યો છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે આ નવરાત્રિમાં શનિ મકરમાં અને ગુરુ ધન રાશિમાં રહેશે. આ બંને ગ્રહ 58 વર્ષ પછી નવરાત્રિમાં એકસાથે પોત-પોતાની રાશિમાં સ્થિત રહેશે. 2020 પહેલાં 1962માં આ યોગ બન્યો હતો. તે સમયે 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઇ હતી.

આ વખતે નવરાત્રિ નવે-નવ દિવસ રહેશે

આ વર્ષે નવરાત્રિ નવે-નવ દિવસ રહેશે. આ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરીને નીચનો થઇ જશે. 17 તારીખે બુધ અને ચંદ્ર પણ તુલા રાશિમાં રહેશે. ચંદ્ર 18 તારીખે વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. પરંતુ સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ નવરાત્રિના નવે-નવ દિવસ રહેશે.

નવરાત્રિમાં દેવી ઘોડા ઉપર સવાર થઇને આવશે

શનિવારથી નવરાત્રિ શરૂ થવાથી આ વર્ષે દેવીનું વાહન ઘોડો રહેશે. નવરાત્રિ જે વારથી શરૂ થાય છે, તેના પ્રમાણે દેવીનું વાહન હોય છે. જો નવરાત્રિ સોમવાર કે રવિવારથી શરૂ થતી હોય તો દેવીનું વાહન હાથી રહે છે. શનિવાર અને મંગળવારથી નવરાત્રિ શરૂ થાય તો વાહન ઘોડો રહે છે. ગુરુવાર અને શુક્રવારથી નવરાત્રિ શરૂ થાય તો દેવી ડોલીમાં સવાર થઇને આવે છે. બુધવારથી નવરાત્રિ શરૂ થાય તો દેવીનું વાહન હોડી રહે છે.

બારેય રાશિના જાતકો માટે નવરાત્રિ કેવી રહેશે

મેષઃ– આ રાશિ માટે લગ્નના યોગ બની શકે છે. પ્રેમમાં સફળતા મળી શકે છે.

વૃષભઃ– આ લોકોને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. રોગમાં લાભ થશે.

મિથુનઃ– સંતાન સુખ મળવાના યોગ છે. નોકરીમાં પ્રમોશન અને ધનલાભ મળી શકે છે.

કર્કઃ– માતા પાસેથી સુખ મળશે. વૈભવ વધશે. કાર્યોમાં સફળતા સાથે સન્માન મળશે.

સિંહઃ– તમારું પરાક્રમ સારું રહેશે. આશા પ્રમાણે ફળ પ્રાપ્ત થશે. ભાઇઓ પાસેથી મદદ મળશે.

કન્યાઃ– સ્થાયી સંપત્તિથી લાભ થઇ શકે છે. ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે.

તુલાઃ– આ રાશિ માટે પ્રસન્નતા જળવાયેલી રહેશે. વિચારેલાં કામ સમયે પૂર્ણ થશે.

વૃશ્ચિક– બિનજરૂરી ખર્ચ થશે. કમાણી ઓછી થશે. ઘર-પરિવારને લગતાં ચિંતાજનક સમાચાર મળી શકે છે.

ધનઃ– તમારા માટે આ નવરાત્રિ લાભદાયક રહી શકે છે. આવકમાં વધારો થવાના યોગ છે.

મકરઃ– આ લોકોએ બિનજરૂરી કામ કરવું પડી શકે છે. સમયનો અભાવ રહેશે. માનસિક તણાવ રહેશે.

કુંભઃ– આ રાશિ માટે ભાગ્ય વૃદ્ધિનો સમય છે. સાથીઓની મદદ પ્રાપ્ત થશે. કામ પૂર્ણ થશે.

મીનઃ– તમને વાહનના પ્રયોગમાં સાવધાની રાખવી પડશે. દુર્ધટના થવાના યોગ બની રહ્યા છે. દુશ્મનોના કારણે પરેશાની થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here