ગોધરા : શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડને બદનામ કરતી પોસ્ટ ફેસબુક પર મૂકતાં ફરિયાદ

0
72

ગોધરા: શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેને સોશિયલ મીડિયામાં ખોટી રીતે બદનામ કરવા બીભત્સ પોસ્ટ મુકનાર યુવતી તથા અન્ય સમાચાર સંસ્થાના માલિક તથા ભાગીદાર વિરુદ્ધ ગોધરાના બી ડીવીઝન પોલીસ મથક ફરીયાદ નોધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ સમાચાર સંસ્થાના માલીક તથા તેના ભાગીદારોએ શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડને ખોટી રીતે બદનામ કરીને તેઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડવા કાવત્રરુ રચાયું હતુ઼.

જેઠાભાઇને બદનામ કરવા એક વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ પોસ્ટ મુકવામાં આવી હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેને મુક્તિ જાદવ નામની યુવતીએ પણ તે પોસ્ટ મુકી હતી. જેઠાભાઇ ના ફોટાવાળી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેની જાણ જેઠાભાઈ ભરવાડ ને થઈ હતી.અને ખોટી રીતે બદનામ કરવાના ઈરાદે અને કાવતરું રચી સામાન્ય ઈરાદો પાર પાડવાના હેતુથી તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા ફેસબુક ઉપર બિભત્સ પોસ્ટ કરતા પંચામૃત ડેરીના ચીફ. વિજીલન્સ ઓફિસર જે.આર. તિવારીએ ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનાની ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here