Friday, December 6, 2024
Homeગોધરા : આત્મહત્યા કરવા જાઉં છું કહીને લાપતા થયેલા બોરવેલના વેપારીને પોલીસે...
Array

ગોધરા : આત્મહત્યા કરવા જાઉં છું કહીને લાપતા થયેલા બોરવેલના વેપારીને પોલીસે વડોદરાથી પકડ્યો

- Advertisement -

ગોધરા: ગોધરાના બરોવેલના વેપારીએ ધંધામાં ખોટ જતાં વ્યાજખોરોએ ઉધરાણી કરતાં વેપારીએ તરકટ રચીને આત્મહત્યા કરવા જાંઉ છું તેમ કહીને ઓડિયો કલીપ વાયરલ કરીને ગુમ થયો હતો. પોતાનો પતિ લાપત્તા થતાં પત્ની ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે અરજી આપવા આવી હતી. પોલીસને પત્ની પર શંક જતાં વેપારીની પત્નીનો પીછો કરીને બોરવેલ વેપારીને વડોદરા ખાતેથી પકડી પાડયો હતો. સમગ્ર નાટક પરથી પડદો ઉઠયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના કડીયા વાસ પાસે રહેતો બુરહાની ડોડીયા બોરવેલના ધંધામાં નુકસાન થતાં લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજે લીધેલા નાણાં પરત ન કરતાં વ્યાજખોરોએ નાણા પરત મેળવવા ધમકીઓ આપીને ઉઘરાણી કરતાં વેપારી માનસિક રીતે ભાંગી પડતાં તેને વ્યાજખોરોથી બચવા નાટક રચ્યું હતું. વેપારીએ પોતે વ્યાજખોરોના ત્રાસથી સહનશક્તિ ન રહેતાં આખરે મહીસાગર નદીમાં કુદવા જઇ રહ્યો હોવાની ઓડિયો કલીપ તથા સુસાઇડ નોટ વાયરલ કરી હતી. બનાવ બનતાં બુરહાની ડોડીયાની પત્ની શકિના બુરહાની ડોડીયા વડોદરાથી ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે દોડી આવીને પોલીસ મથકે અરજી આપી હતી. પોલીસ મથકે અરજી આપતાં પોલીસે શકિના ડોડીયાના હાવભાવ અને તેનો ફેઇસ રીટીંગના આધારે પોલીસને. શંક ગયો હતો.

શંકાના આઘારે પોલીસે શકિના ડોડીયા પરત વડોદરા બસમાં જતાં પોલીસે બસનો પીછો વાહનથી કર્યો હતો. શકિના બેન વડોદરા બસમાંથી ઉતરીને આજવા રોડ ઉપર આવેલા એક મકાનમાં જતાં પોલીસે મકાન જઇને તપાસ કરતાં મકાનમાં બુરહાની ડોડીયા મળી આવતાં સમગ્ર નાટક પર પડદો ઉઠયો હતો. બુરહાની ડોડીયાને પોલીસે બી ડીવીજન પોલીસ મથકે લઇને આવ્યા હતા.

પોલીસની એક ટીમે શકિનાબેનનો પીછો કર્યો
બુરહાની ડોડીયાની પત્ની શકિનાબેન પોલીસ મથકે આવતાં તેના ફેઇસ પરના હાવભાવ પરથી અમને શંક જતાં એક ટીમ શકિનાબેનનો પીછો કરવા નીકળી હતી. અને બીજી ટીમ લુણાવાડા મહિસાગર ખાતે મોકલી હતી. પણ વડોદરાના આજવા રોડ ઉપર બુરહાનીની સાસરીવાળાના મકાનની સામેના મકાનમાંથી બુરહાની મળી આવ્યો હતો. – બી.આર.ગોહિલ, પીઆઇ,બી ડીવિઝન

પોલીસે તમામના નિવેદનો લીધા
બુરહાનીને બી ડીવીજન પોલીસ મથકે લઇને પોલીસે તેની પુછપરછ કરી હતી. સાથે બુરહાની ડોડીયાને વ્યાજે નાણાં ધીરનાર કે જેના નામ તેને સુસાઇટ નોટમાં લખ્યા હતા. તેને પોલીસે પોલીસ સ્ટેશન બોલાવીને તેઓના નિવેદનો લીધા હતા. હાલ તો તમામના નિવેદનો લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આપ ઇચ્છો છો કે પોલીસ લેણદારોથી પીડિત લોકો માટે લોકદરબાર યોજે ? 
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી. આવું પગલું ભરવા લોકો મજબૂર ના બને અને લેણદારો પર સકંજો કસાય તે માટે ‘વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસનો લોક દરબાર થકી ન્યાય’ કાર્યક્રમ પોલીસે યોજવો જોઇએ. આપ પણ આ લાગણી સાથે સહમત હોય તો આપના મંતવ્ય અમારા વ્હોટ્સએપ પર જણાવી શકો છો. જો આપ લોકદરબાર યોજવા સહમત હોય તો નીચે લખેલા વ્હોટ્સએપ નંબર પર ‘હા’ અને સહમત ના હોય તો ‘ના’ લખી જવાબ આપી શકો છો. – વ્હોટ્સએપ નંબર- 9033398465

નેતાનું નામ બહાર આવી શકે તેમ છે
બુરહાની ડોડીયાએ વાયરલ કરેલી ઓડિયો કલીપમાં જિલ્લાના એક પોલીટીશીયને લોકસભાની ચુંટણીમાં 45 લાખ અને 50 મળીને કુલ 95 લાખ રૂપિયા બુરહાની પાસેથી લીધા હોવાની ખુલાસો કર્યો હતો. અને સાથે નેતા સરકારી કામ કરવાના 5 ટકા કમિશનના બદલામાં ચુંટણીમાં 95 લાખ લીધા હોવાનુ઼ ઓડિયો કલીપમાં બુરહાની બોલ્યો હતો. તો પોલીસે તે દિશામાં યોગ્ય તપાસ હાથ ધરે અને જો બુરહાનીએ સાચુ઼ બોલ્યું હોય તો જિલ્લામાં કોન્ટ્રાકટર પાસેથી કમિશન અને ચુંટણી માટે નાણાં લેનાર નેતાનું નામ બહાર આવી શકે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular