વિવાદિત નિવેદન : કોંગ્રેસ નેતા પુનિયાએ કહ્યુ- ગોડસે ગોળી મારતા અગાઉ ગાંધીને પગે લાગ્યા, એ જ રીતે મોદીએ ગૃહને માથું ટેકવ્યું

0
11

રાયપુર: છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી પી.એલ. પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના મહાત્મા ગાંધીના હત્યારા નથ્થુરામ ગોડસે સાથે કરી. તેમણે કહ્યું કે ગોડસે જે રીતે ગોળી મારતા અગાઉ ગાંધીજીને પગે લાગ્યો હતો તે રીતે મોદીએ પણ ગૃહ અને બંધારણને માથું ટેકવ્યું છે. આજે આ બંને વ્યવસ્થાઓનો ખાત્મો બોલી ગયો છે.

જેમણે બંધારણની નકલ બાળી હતી તેઓ આજે તેને પગે લાગી રહ્યા છે: પુનિયા

જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે બોલાવાયેલી બેઠકમાં ભાગ લેવા આવેલા પુનિયાએ કહ્યું કે વડાપ્રધાન અને સરકાર બંધારણ પર હુમલા કરી રહી છે. તેને સ્વાતંત્ર્ય સેનાનીઓએ તૈયાર કર્યું હતું. જેમણે બંધારણની નકલ બાળી હતી તેઓ આજે તેને પગે લાગી રહ્યા છે. આ તેમની જૂની પરંપરા છે. એસસી-એસટીના ચુકાદા અંગે કહ્યું કે કોંગ્રેસ આ અંગે પુન: વિચાર અરજી કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ માટે કેન્દ્ર સરકારને કાયદો બનાવવા પણ કહ્યું છે. ચુકાદાના વિરોધમાં છત્તીસગઢમાં 16 ફેબ્રુઆરીએ દેખાવો યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here