Tuesday, September 21, 2021
Homeવડોદરા : વાઘોડિયાના ગુગલીયાપુરા ગામમાં સગીરા પર લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ...
Array

વડોદરા : વાઘોડિયાના ગુગલીયાપુરા ગામમાં સગીરા પર લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારાયું

વડોદરાઃવાઘોડિયા તાલુકામાં સગીરાને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી જઇ તેની ઉપર દુષ્કર્મ આચરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ બનાવમાં દુષ્કર્મ આચરનાર યુવાનની યુ.પી.થી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વતનમાં ભગાડી ગયો

વાઘોડિયા તાલુકાના ગુગલીયાપુરા ગામમાં રહેતો 19 વર્ષિય સુરજ દર્શનભાઇ કોરી રાયબરેલી જિલ્લામાં ડલમઉ થાણા વિસ્તારમાં 288, ભગવાનપુર, છતામ્બા, ભીમગંજ ખાતેનો વતની છે. તા.16 ઓક્ટોબરના રોજ તે ગુગલીયાપુરા ગામમાંજ રહેતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને તેનું અપહરણ કરીને ભગાડી ગયો હતો. અને પોતાના વતનમાં લઇ ગયો હતો. દરમિયાન આ બનાવની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાઇ હતી.

પોક્સો હેઠળ ગુનો નોંધાયો

વાઘોડિયા પોલીસ મથકના પી.આઇ. પી.કે. ગોહિલે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને સુરજ કોરી સગીરાને તેના વતનમાં લઇ ગયો છે. તેવી માહિતી મળતા ટીમ રવાના કરી હતી. અને સુરજ કોરી અને સગીરાને ઝડપી લીધા હતા. પોલીસે સગીરાનું ઉપહરણ કરી જઇ તેની ઉપર દુષ્કર્મ આચરનાર સુરજ કોરી સામે બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments