જમ્મુ-કાશ્મીર : કુલગામમાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે 8 કલાક સુધી એન્કાઉન્ટર ચાલયું, વિસ્તારને ઘેરીને હવે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

0
9

કુલગામ(જમ્મુ-કાશ્મીર). જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 8 કલાક સુધી જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયેલું એન્કાઉન્ટર પુરું થઈ ગયું છે. અહીં યમરચ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. બાદમાં બુધવારે મોડી રાતે લગભગ 12 વાગ્યાથી એન્કાઉન્ટર શરૂ થયું હતું. બાદમાં બંને તરફથી સતત ફાઈરિંગ થયું. સવારે 8 વાગ્યે તે પુરું થયું હતું. હવે જવાનોએ વિસ્તારને ચારે તરફથી ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

કઠુઆમાં પણ શંકાસ્પદોની શોધ શરૂ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પણ મોડી રાતે સ્થાનિક લોકોએ જંગલમાં હથિયારોથી લેન્સ કેટલાક શંકાસ્પદોને જોયા હતા. સૂચના મળ્યા બાદ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોએ બાની તાલુકાના સંદરુન વન ક્ષેત્રમાંથી કેટલાક શંકાસ્પદોને પસાર થતા જોયા. તેમની પાસે હથિયારો પણ હતા.

ગત સપ્તાહમાં હિજબુલના ટોપ કમાન્ડર રિયાજ નાયકૂને ઠાર કરવામાં આવ્યો હતો

કાશ્મીરમાં જવાનોએ એક સપ્તાહ પહેલા જ આતંકી સંગઠન હિજબુલ મુજાહિદીનના ટોપ કમાન્ડર રિયાજ નાયકૂને ઠાર કર્યો હતો. બે વર્ષથી તેનું નામ મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં હતું. તે બીમાર માતાને મળવા માટે પુલવામાના ગામ બેગપોરા આવ્યો હતો. નાયકૂને ઠાર કરવામાં આવ્યા બાદ આતંકવાદીઓમાં ખળભળાટ છે. જાસૂસી એજન્સીના જણાવ્યા મુજબ આતંકવાદીઓ તેના જવાબમાં કોઈ મોટો હુમલો કરવાનું કાવતરું બનાવી રહ્યાં છે. આ કારણે જમ્મુ-કાશ્મીરમાં જવાનો પહેલા કરતા વધુ સતર્ક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here