સોનાનો વાયદો રૂ.455 અને ચાંદીનો વાયદો રૂ.1,063 ગબડ્યો, કોટનમાં ઉછાળો

0
0

વિશ્વ બજારમાં સપ્તાહ અંતે સોનાચાંદીના ભાવમાં પીછેહઠ થતા સ્થાનિકમાં પણ વધ્યા ભાવથી ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક ચલણોમાં પાઉન્ડમાં આજે નવેસરથી ગાબડાં જોવા મળ્યા હતા, જ્યારે ક્રુડ ઓઈલ ઘટાડા તરફી રહ્યું છે. અમેરિકાના ફુગાવાના તથા બ્રિટનના જીડીપીના આંક પર બજારની નજર રહેલી છે.

 

 

ઘરઆંગણે મુંબઈ બજારમાં ગોલ્ડ ૯૯.૫૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૫૧૨૭૦ બંધ રહ્યા હતા તે આજે નીચામાં રૂપિયા ૫૧૦૯૯ થઈ છેવટે રૂપિયા ૫૧૨૩૫ બંધ રહ્યા હતા. ૯૯.૯૦ ગોલ્ડ રૂપિયા ૫૧૪૭૬વાળા રૂપિયા ૫૧૩૦૪ થઈ રૂપિયા ૫૧૪૪૧ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૬૬૦૯૧વાળા રૂપિયા ૬૫૨૫૨ થઈ રૂપિયા ૬૫૪૨૪ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા.

અમદાવાદ બજારમાં ચાંદી રૂપિયા ૬૪૫૦૦ રહી હતી તથા ગોલ્ડ ૯૯.૫૦ના ભાવ રૂપિયા ૫૨૮૦૦ તથા ૯૯.૯૦ના રૂપિયા ૫૩૦૦૦ બંધ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ગોલ્ડ એક ઔંસના ભાવ ૧૯૪૮ ડોલરવાળા ૧૯૬૬ ડોલર થઈ મોડી સાંજે ૧૯૪૪ ડોલર બોલાતા હતા. ચાંદી ૨૭.૦૮ ડોલરવાળી ૨૬.૭૫ ડોલર બોલાતી હતી. પ્લેટિનમ ૯૨૨ ડોલરવાળું ૯૩૬ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૨૩૦૧ ડોલરવાળું ૨૩૦૯ ડોલર બોલાતું હતું.

અમેરિકામાં ફુગાવાના આંકડા તથા બ્રિટનમાં જીડીપીનાજાહેર થનારા આંકડા પર ખેલાડીઓની નજર રહેલી છે.

સ્થાનિક કરન્સી બજારમાં ડોલર ૭ પૈસા વધી ૭૩.૫૪ રૂપિયા બંધ રહ્યો હતો. ઊંચામાં ૭૩.૬૨ રૂપિયા જોવા મળ્યો હતો. પાઉન્ડમાં ગઈકાલનો સુધારો ટકયો નહતો અને આજે નવેસરથી ગાબડા પડયા હતા. પાઉન્ડ ૧૨૪ પૈસા ઘટી ૯૪.૩૨ રૂપિયા બંધ રહ્યો હતો. નીચામાં ૯૪.૧૧ રૂપિયા જોવા મળ્યો હતો. યુરો ૧૫ પૈસા વધી ૮૭.૦૭ રૂપિયા બંધ રહ્યો હતો. બ્રેકઝિટ મુદ્દે નકારાત્મક અહેવાલોએ પાઉન્ડ પર દબાણ ઊભું કર્યુ છે. વૈશ્વિક સ્તરે વર્તમાન સપ્તાહમાં પાઉન્ડમાં ૬ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવાયો છે.

ક્રુડ ઓઈલમાં સપ્તાહ અંતે સાંકડી વધઘટ જોવા મળી હતી. બ્રેન્ટ પ્રતિ બેરલ ૩૯.૯૫ ડોલર જ્યારે ન્યુયોર્ક ક્રુડ ઓઈલ ૩૭.૩૫ ડોલર બોલાતું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here