1-5 માર્ચ સુધી સસ્તા ભાવે ખરીદી શકાશે સોનું : સરકારે લોન્ચ કરી સોવરન ગોલ્ડ બોન્ડ સ્કીમ.

0
5

ભારતીય પરંપરામાં સોનાનું રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. તેને જ ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની શરૂઆત કરી છે. આ યોજનાની શરૂઆત નવેમ્બર 2015માં થઈ હતી. આ સ્કીમનો હેતું ફિઝિકલ સોનાની માંગમાં ઘટાડો લાવીને લોકોને જ્વેલરીના બદલે બોન્ડ ખરીદતા કરવાનું છે. અત્યારે હાલ સોનાના ભાવમાં થોડો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) પણ ગ્રાહકોને સોનું ખરીદવા માટે ડિસ્કાઉન્ટ આપી રહી છે. સરકાર ફરી એક વાર સોવરન ગોલ્ડ બોન્ડ 2020-21 સ્કીમ 1-5 માર્ચ સુધી લોન્ચ કરવામાં આવી છે.

RBIની સલાહથી સોનું ખરીદવામાં વધારે ડિસ્કાઉન્ટ મળશે
RBIની સલાહથી સોનું ખરીદવામાં વધારે ડિસ્કાઉન્ટ મળશે.

1 ગ્રામ સોનાની કિંમત રૂ. 4,663

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક ગ્રામ ગોલ્ડની કિંમત રૂ. 4,662 રાખવામાં આવી છે. જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 46,620 છે. બોન્ડની કિંમત ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન લિમિટેડ (IBJA) દ્વારા આપવામાં આવેલી 999 શુદ્ધ ગોલ્ડના એવરેજ ક્લોઝિંગ ભાવના આધારે નક્કી કરવામાં આવી છે. આ ગોલ્ડ બોન્ડ 8 વર્ષ માટે પબ્લિશ કરવામાં આવે છે અને 5 વર્ષ પછી તેમાંથી બહાર નીકળવાનો ઓપ્શન હોય છે. અરજી ઓછામાં ઓછા 1 ગ્રામ અને તેના મલ્ટીપલ માટે જાહેર થાય છે.

મળશે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

અહીં સોનાની ખરીદી પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. નાણાં મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ભારતીય રિઝર્વ બેન્કની સલાહ લઈને ઓનલાઈન ખરીદી કરનારને ગ્રામ દીઠ રૂ. 50નું ડિસ્કાઉન્ટ પણ આપવાનું નક્કી કર્યું છે. આ રોકાણકારો માટે એક ગ્રામ સોનાના બોન્ડની કિંમત રૂ. 4,612 રાખવામાં આવી છે. આ રીતે 10 ગ્રામ સોનું ઓનલાઈન લેવાથી તેની કિંમત રૂ. 46,120 થશે.

સોનાના ભાવમાં રૂ. 10,500નો ઘટાડો થયો છે

સોનામાં રોકાણ કરવાની વાત કરવામાં આવે તો આ ખરેખર સ્વર્ણિમ મોકો છે. છેલ્લાં 6 મહિનામાં સોનાની કિંમતમાં 17-18 ટકાનો ઘટાડો આવ્યો છે. ઓગસ્ટની સરખામણીએ સોનાની કિંમતમાં 10,500 સુધીનો ઘટાડો આવ્યો છે. 2020માં સોનાએ સરેરાશ 25% વળતર આપ્યું છે. આ સિવાય ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું એટલા માટે પણ સારુ માનવામાં આવે છે કારણકે અહીં વર્ષમાં બે હપતામાં સોના પર વ્યાજ પણ આપવામાં આવે છે.

બોન્ડમાં કેટલું રોકાણ કરી શકાય

નવેમ્બર 2015માં આ સ્કીમની શરૂઆત થઈ હતી. તેનાથી ફિઝિકલ ગોલ્ડની માગમાં ઘટાડો લાવવા અને સોનાની ખરીદીમાં ઉપયોગમાં લેવાતી ઘેરલુ બચતનો ઉપયોગ નાણાકિય બચતમાં કરવાનો છે. સોવરિંગ ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરતો વ્યક્તિ એક ફાઈનાન્શિયલ વર્શમાં મહત્તમ 500 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે. રોકાણ ન્યૂનતમ 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સુધી રોકાણ કરી શકે છે. હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) માટે 4 કિલો અને ટ્રેસ્ટ વગેરે માટે 1 વેપારી વર્ષમાં વધુમાં વધુ 20 કિલો સુધી રોકાણની મંજૂરી છે. સોવરન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત ગોલ્ડ ખરીદવા માટે KYC ડોક્યુમેન્ટ જેવા કે વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ અથવા પૈન કાર્ડ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here