Tuesday, September 21, 2021
Homeગોલ્ડ મળ્યો સિલ્વર : નેધરલેન્ડની સાઇક્લિસ્ટે ભૂલથી ઉજવણી પણ કરી દીધી
Array

ગોલ્ડ મળ્યો સિલ્વર : નેધરલેન્ડની સાઇક્લિસ્ટે ભૂલથી ઉજવણી પણ કરી દીધી

ઓલિંમ્પિક જેવા મેગા ઇવેન્ટમાં ભાગ લેનારા દરેક એથ્લીટને ખ્યાલ હોય છે કે તેમનું પ્રદર્શન કેવુ રહ્યુ છે અને તેમણે કયુ મેડલ જીત્યુ છે. પરંતુ ટોક્યો ઓલિંમ્પિકમાં સોમવારે નેધરલેન્ડ્સની સાઇકિલસ્ટ એનેમિએક વેન વ્લ્યુટનથી ભૂલ થઇ ગઇ. વિમેન્સ રોડ રેસમાં જ્યારે ફિનિશ લાઇન પર પહોંચી તો તેમને લાગ્યુ કે તેમણે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમણે ખુશીમાં હવામાં હાથ પણ લહેરાવી દીધો. પરંતુ થોડી વાર પછી તેમને ખ્યાલ આવ્યો કે તેમણે ગોલ્ડ નહી પણ સિલ્વર મેડલ જીત્યો છે. તેના પછી તેઓ પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યા.

ખરેખર વેન વ્લ્યુટનથી 15 સેકન્ડ પહેલા જ ઑસ્ટ્રિયાની એના કેઇસનોફરે રેસ પૂરી કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધો હતો. નેધરલેન્ડની સાઇક્લિસ્ટ એટલી હદે નિરાશ થઇ ગઇ કે રેસ પૂરી થયા પછી રોવા લાગી.

વેનનાં સપોર્ટ સ્ટાફને પણ લાગ્યુ કે તેણે ગોલ્ડ જીતી લીધો છે
વેનનાં સપોર્ટ સ્ટાફને પણ લાગ્યુ કે તેણે ગોલ્ડ જીતી લીધો છે

પોતાની મૂર્ખતા પર આંખો ભીની થઇ
વેન વ્લ્યુટને પછી જણાવ્યુ કે- પ્રોફેશનલ રેસની જેમ ઓલિંમ્પિકમાં અમારી પાસે રેડિયો અસિસ્ટેન્સ નથી હોતો. તે કારણે મને ખબર નહોતી કે કેઇસનોફર રેસ પૂરી કરી ચૂકી છે. આ બધુ જાણ્યા પછી મને લાગ્યુ કે હું કેટલી મોટી મૂર્ખ છું.

સાથીઓને પણ લાગ્યુ કે વેન વ્લ્યુટને ગોલ્ડ જીત્યો છે
વેન વ્લ્યુટન જ નહી પરંતુ તેમની ટીમના સપોર્ટ સ્ટાફ પણ આ ગેરસમજમાં હતા કે તેમણે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેટલુ જ નહી અન્ય પાર્ટિસિપેન્ટને પણ એવુ જ સમજી રહ્યા હતા કે વેન વ્લ્યુટને ગોલ્ડ જીતી લીધો છે. બ્રિટનની સાઇક્લિસ્ટ લિજી ડિગનાને તો રેસ પછી બીબીસીને ઇન્ટરવ્યુમાં કહ્યુ- વેન વ્લ્યુટન ઇવેન્ટની સૌથી દમદાર ખેલાડી હતી. તે જીત ડિઝર્વ કરે છે. પછી તેમને ખબર પડી કે ગોલ્ડ મેડલ વેન વ્લ્યુટને નહી પણ એના કેઇસનોફરે જીત્યો છે.

સિલ્વર પણ ઓછો નથી, આ મારો પહેલો મેડલ
જોકે વેન આ ઘટના પછી પણ પોતાના પર્ફોમન્સથી ખૂબજ ખુશ છે. તેમણે કહ્યુ કે મારો લક્ષ્ય હતો કે હું મારુ શ્રેષ્ઠ પ્રદર્શન કરૂ અને તેમા સફળતા મેળવું અને તેમાં હું સફળ થઇ છું. મારી સાથે જે બન્યુ તેના વિશે હુ વિચાર કરી શકુ છુ. પરંતુ તે હકીકત છે કે મારુ પ્રદર્શન શાનદાર જઇ રહ્યુ છે.અને જો આવુ જ ચાલતુ રહ્યુ તો આ ફૉર્મ સાથે હું ગોલ્ડ પણ જીતી શકુ છું. તેમણે કહ્યુ કે હું ગર્વ અનુભવી રહી છું. માન્યુ કે ગોલ્ડ મેડલ ના જીતી પરંતુ આ સિલ્વર મેડલ છે અને આ મારુ પહેલુ ઓલિંમ્પિક મેડલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments