Friday, August 6, 2021
Homeવિડીયો : કોમોડિટી : સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદામાં રૂ.1,639 અને ચાંદીમાં રૂ.10,518નો...
Array

વિડીયો : કોમોડિટી : સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદામાં રૂ.1,639 અને ચાંદીમાં રૂ.10,518નો કડાકો, કોટનમાં 480નો ઉછાળો

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર 1થી 30 સપ્ટેમ્બરના મહિના દરમિયાન વિવિધ કોમોડિટીઝમાં કેટલી વધઘટ થઈ તે જોઈએ. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 16,120ના સ્તરે 21 સપ્ટેમ્બરે ખૂલી, ઊપરમાં 16,120 અને નીચામાં 14,900 બોલાઈ મહિના દરમિયાન 1,220 પોઈન્ટની મૂવમેન્ટ સાથે મહિનાના અંતે 852 પોઈન્ટ અથવા તો 5.26 ટકા ઘટી 15,349ના સ્તરે બંધ થયો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન 56,340 સોદાઓમાં કુલ રૂ.5,182.90 કરોડનાં 65,662 લોટ્સનું નોંધપાત્ર વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે 404 લોટ્સના સ્તરે રહ્યો હતો.

હવે કીમતી ધાતુઓની વાત કરીએ તો, વિશ્વબજારમાં સોનું મહિનાના અંતે 1 ઔંશદીઠ 1883 ડોલર બોલાયું હતું, જ્યારે ચાંદી 1 ઔંશદીઠ રૂ.23.70 ડોલર બોલાતી હતી. આ સામે ઘરેલૂ બજારમાં અમદાવાદ ખાતે સોનું હાજરમાં મહિનાના અંતે 10 ગ્રામદીઠ 99.50ના રૂ.51,900 અને 99.90ના રૂ.52,100 બોલાયું હતું, જ્યારે અમદાવાદ ખાતે હાજર ચાંદી કિલોદીઠ .999ના રૂ.60,500ના સ્તરે બોલાઈ રહી હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો સ્થાનિકમાં એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,304ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.52,390 અને નીચામાં રૂ.49,252ના સ્તરને સ્પર્શી અંતે રૂ.1,639 અથવા 3.20 ટકા ગબડી રૂ.50,334ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1,403 ઘટી રૂ.40,532, ગોલ્ડ-પેટલનો ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.154 ઘટી રૂ.5,105 અને સોનું-મિની નવેમ્બર 10 ગ્રામદીઠ રૂ.1,496ના ભાવઘટાડા સાથે રૂ.50,425ના સ્તરે બંધ થયો હતો.

વિડીયો : કોમોડિટી : સપ્ટેમ્બર મહિનાનો રિપોર્ટ

જ્યારે એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.71,000 ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૂ.73,254 અને નીચામાં રૂ.56,020ના સ્તરને સ્પર્શી મહિનાના અંતે રૂ.10,518 અથવા 15 ટકાના કડાકા સાથે રૂ.59,919ના ભાવે બંધ થયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર કિલોદીઠ રૂ.10,458 અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.10,438 તૂટ્યા હતા.

હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો એમસીએક્સ ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.3,188ના ભાવે ખૂલી, મહિનાના અંતે રૂ.244 અથવા 7.70 ટકાના ભાવઘટાડા સાથે રૂ.2,934ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો રૂ.26.80 એમએમબીટીયૂદીઠ ઘટ્યો હતો.

હવે કૃષિ કોમોડિટીઝની વાત કરીએ તો એમસીએક્સ કપાસનો એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.1.50 વધી રૂ.1,036.50ના ભાવે બંધ થયો હતો, જ્યારે એમસીએક્સ રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.480ના ઉછાળા સાથે રૂ.18,210 બોલાયો હતો. એમસીએક્સ ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ઓક્ટોબર વાયદો 10 કિલોદીઠ રૂ.10.30ના ભાવઘટાડા સાથે મહિનાના અંતે રૂ.754.90 થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments