વિડીયો : કોમોડિટી : સોનાના વાયદાના ભાવમાં રૂ.548 અને ચાંદીમાં રૂ.2,070નો ઉછાળો, કોટનમાં રૂ.60 તૂટ્યા

0
20

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર 29 સપ્ટેમ્બરને મંગળવારે વિવિધ કોમોડિટીઝમાં કેટલી વધઘટ થઈ તે જોઈએ. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 15,352 ખૂલી, ઊપરમાં 15,579 અને નીચામાં 15,301 બોલાઈ 278 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 236 પોઈન્ટ વધી 15,566ના સ્તરે બંધ થયો હતો, જ્યારે મેટલડેક્સ 63.96 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 21.76 પોઈન્ટ ઘટી 11,686.75ના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં 2,990 સોદામાં રૂ.255.22 કરોડનાં 3,308 લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 320 લોટ્સના સ્તરે રહ્યો હતો.

હવે કીમતી ધાતુઓની વાત કરીએ તો, વિશ્વબજારમાં સોનું 1 ઔંશદીઠ 1885 ડોલર બોલાયું હતું, જ્યારે ચાંદી 1 ઔંશદીઠ રૂ.23.85 ડોલર બોલાતી હતી. આ સામે ઘરેલૂ બજારમાં અમદાવાદ ખાતે સોનું હાજરમાં 10 ગ્રામદીઠ રૂ.700 વધી 99.50ના રૂ.51,800 અને 99.90ના રૂ.52,000 બોલાયા હતા, જ્યારે અમદાવાદ ખાતે હાજર ચાંદી કિલોદીઠ .999ના રૂ.1,800 વધી રૂ.60,000ના સ્તરે બોલાઈ રહી હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ.

હવે વાયદા બજારની વાત કરીએ તો સ્થાનિકમાં એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,194ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.50,739 અને નીચામાં રૂ.50,059ના સ્તરને સ્પર્શી અંતે રૂ.548ના ઉછાળા સાથે રૂ.50,681ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.388 વધી રૂ.40,767, ગોલ્ડ-પેટલનો ઓક્ટોબર 1 ગ્રામદીઠ રૂ.56 વધી રૂ.5,134 અને સોનું-મિની ઓક્ટોબર 10 ગ્રામદીઠ રૂ.679ના ઉછાળા સાથે રૂ.50,607ના સ્તરે બંધ થયો હતો. સોનાના વિવિધ વાયદાઓમાં 50,144 સોદાઓમાં કુલ રૂ.7,606.74 કરોડનાં 15,099 કિલો સોનાના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 16,898 કિલોના સ્તરે રહ્યો હતો.

જ્યારે એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.60,610 ખૂલી, ઊંચામાં રૂ.62,598 અને નીચામાં રૂ.60,060ના સ્તરને સ્પર્શી અંતે રૂ.2,070ના ઉછાળા સાથે રૂ.62,466ના ભાવે બંધ થયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર કિલોદીઠ રૂ.2,068 અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.2,076 વધ્યા હતા. ચાંદીના વિવિધ વાયદાઓમાં 3,10,191 સોદાઓમાં કુલ રૂ.10,778.95 કરોડનાં 1,757.308 ટન ચાંદીના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 586.454 ટનના સ્તરે રહ્યો હતો.

હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો એમસીએક્સ ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.2,975 ખૂલી, અંતે રૂ.112ના ભાવઘટાડા સાથે રૂ.2,877ના સ્તરે બંધ થયો હતો.

હવે કૃષિ કોમોડિટીઝની વાત કરીએ તો એમસીએક્સ કપાસનો એપ્રિલ વાયદો 20 કિલોદીઠ 50 પૈસા સુધરી રૂ.1,031.50ના ભાવે બંધ થયો હતો, જ્યારે એમસીએક્સ રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.60 ઘટી રૂ.18,100 બોલાયો હતો. એમસીએક્સ ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ઓક્ટોબર વાયદો 10 કિલોદીઠ રૂ.11.60ના ભાવઘટાડા સાથે રૂ.749.90 થયો હતો, જ્યારે એમસીએક્સ મેન્થા તેલનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.1.20 સુધરી રૂ.952.60ના ભાવે બંધ થયો હતો. કપાસમાં 312 ટન, કોટનમાં 4,725 ગાંસડી, સીપીઓમાં 36,610 ટન અને મેન્થા તેલમાં 49 ટનના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ કપાસમાં 456 ટન, કોટનમાં 29,950 ગાંસડી, સીપીઓમાં 68,570 ટન અને મેન્થા તેલમાં 123 ટનના સ્તરે રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here