૧ જૂનથી અમલી બનાનાર ગોલ્ડ હોલમાર્કિંગના નિયમમાં માત્ર ૧૪, ૧૮ અને ૨૨ કેરેટમાં જ હોલમાર્કિંગ

0
3

સરકાર દ્વારા આગામી તા. ૧ જૂનથી અમલી બનાનાર ગોલ્ડ હોલમાર્કિંગના નિયમમાં માત્ર ૧૪, ૧૮ અને ૨૨ કેરેટમાં જ હોલમાર્કિંગના નિર્ણયથી જ્વેલર્સોમાં નારાજગી ઉદ્ભવી છે. આ ઉપરાંત હોલમાર્કિંગ સેન્ટરનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરાયું નથી. આમ છતાંય સરકાર આ યોજનાના અમલની સમયમર્યાદા લંબાવવા ચોખ્ખી ના પાડી રહી છે.

આગામી તા. ૧ જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગનો નિયમ અમલી બનશે તે પછી ગ્રાહકો ૨૨ કેરેટથી વધુ શુધ્ધ સોનાના દાગીના ખરીદી શકશે નહીં.

તેની પાછળનું મુખ્ય કારણ છે સરકારી નિયમ. સરકાર શા માટે ૨૩ અને ૨૪ કેરેટ સોનાનું હોલમાર્કિંગથી કેમ બાકાત રાખવા માંગે છે તે સમજાતું નથી.

જ્વેલર્સોના જમાવ્યા મુજબ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકો જ્યારે ઘરેણાંની ખરીદી કરતા હોય છે. ત્યારે તેઓ ૨૪ કેરેટ દાગીના પસંદ કરતા હોય છે.પરંતુ સરકારના નવા નિયમના પગલે હવે ૨૨ કેરેટથી વધુ શુધ્ધ સોનાના દાગીના ખરીદી પણ નહીં શકાય અથવા તો ઓર્ડર આપીને બનાવી પણ નહીં શકાય. આમ, સરકારના આ નિર્ણયથી જ્વેલર્સોમાં નારાજગી પ્રર્વતી રહી છે.

સરકાર આ નવા નિયમના અમલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. પરંતુ હાલ આ અંગેનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ઉપલબ્ધ નથી. આમ, આ બે મુદ્દાઓને લઇને જ્વેલર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ નિયમોના પગલે તેમના બિઝનેસ પર અસર થવાની સંભાવના તેઓએ વ્યક્ત કરી હતી.

દેશના વિવિધ રાજ્યોના મોટા શહેરોમાં જ્વેલર્સોની સંખ્યા હજારોમાં છે. તેની સામે માંડ એક કે બે હોલમાર્કિંગ સેન્ટર જ ઉપલબ્ધ છે. આમ, સરકારે પહેલા આ ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવાની જરૂર છે. જો હોલમાર્કિંગ સેન્ટરની સંખ્યા ઓછી હશે તો ઝડપથી કાર્ય પૂર્ણ કરવામાં શુધ્ધતા સામે પણ પ્રશ્નાર્થ ઉભો થશે.

દરમિયાન હોલમાર્કિંગ મુદ્દે ઓલ ઇન્ડિયા જેમ્સ-જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાતા બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચ દ્વારા હાલ કોઈ પગલાં નહીં ભરવા સરકારને જણાવ્યું છે. આ મુદ્દે આગામી ૧૪મી જૂને વધુ સુનાવણી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here