સોનાની આઈસ્ક્રીમ : આ છે દુનિયાની મોંઘામાં મોંઘી આઈસ્ક્રીમ

0
0

તમે મોંઘામાં મોંઘી કેટલા રૂપિયાની આઈસ્ક્રીમ ખાધી હશે? સો, બસો, પાંચસો કે હજાર. પણ આજે અમે તમને એક એવી આઈસ્ક્રીમ વિશે જણાવીશું જેની કિંમત દુનિયામાં સૌથી મોંઘી છે. અને તેની કિંમત એક તોલા સોના કરતા પણ વધારે છે.

બ્લેક ડાયમંડ સૌથી મોંઘી આઈસ્ક્રીમ
એક રિપોર્ટના અનુસાર, દુબઈના ‘સ્કૂપી કેફે’ બ્લેક ડાયમંડ નામની એક આઈસ્ક્રીમ સર્વ કરે છે. જેની કિંમત લગભગ 840 ડોલર (62,900 રૂપિયા) છે. તેને દુનિયાની સૌથી મોંઘી આઈસ્ક્રીમ માનવામાં આવે છે. આ સમયે 22 કેરેટ સોનાના એક તોલાની કિંમત 50 હજાર રૂપિયાથી ઓછી છે.જાણો એવું શું છે આ આઈસ્ક્રીમમાં જે તેને આટલી ખાસ બનાવે છે.

આઈસ્ક્રીમની સામગ્રી
આ આઈસ્ક્રીમની ખાસ વાત તેની સામગ્રી. તેમાં ઇટાલિયન ટ્રુફલ્સ, એમ્બ્રોશિયલ ઇરાની કેસર અને 23-કેરેટ ગોલ્ડ ફ્લેક્સ સામેલ છે. તેને ફ્રેશ વેનિલા બીન્સમાંથી બનાવવામાં આવે છે. તેમાં ઉચ્ચ ક્વોલિટીનું કેસર અને બ્લેક ટ્રફ્લ પણ નાખવામાં આવે છે અને તેને તમારી આંખો સામે જ બનાવવામાં આવે છે. એટલું જ નહીં આઈસ્ક્રીમને સર્વ કરવા માટે તેનું ગાર્નિશિંગ 23 કેરેટ સોનાથી કરવામાં આવે છે. તે ખાવા માટેનું સોનું હોય છે. આ આઈસ્ક્રીમને સર્વ કરવાનો અંદાજ પણ અનોખો છે.

સોનાની કોફી પણ મળે છે

આઈસ્ક્રીમ તો મોંઘી છે જ, પણ તેને સર્વ કરવા માટે આપવામાં આવતો કપ પણ એટલો જ મોંઘો છે. આ આઈસ્ક્રીમને કેફે બ્લેક અને ગોલ્ડ કલરના સ્પેશિય Versace બાઉલમાં સર્વ કરવામાં આવે છે. દુબઈમાં સોનાની કોફી પણ મળે છે.​​​​​​​દુબઈના જે કાફેમાં આ આઈસ્ક્રીમ મળે છે, તે જ જગ્યા પર 23 કેરેટના એડિબલ ગોલ્ડમાંથી બનેલી Latte Coffee કોફી પણ સર્વ કરવામાં આવે છે. તેને અહીંના લોકો ગોલ્ડ કોફીના નામથી ઓળખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here