જૂન માં સોનાની આયાતમાં 86 ટકાનો નોંધાયો ઘટાડો, ભારતમાં સોનાની માગમાં થયો ઘટાડો

0
3

દેશમાં સોનાની આયાત  જૂન દરમયાન પાછલા વર્ષોની સરખામણીએ 86 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આયાતમાં આવેલા ઘટાડામાં સોનાની કિંમતોમાં રેકોર્ડબ્રેક વધારો અને કોરોના સંકટના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન અને આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં પ્રતિબંધ મુખ્ય કારણ દર્શાવાઈ રહ્યાં છે. એપ્રીલ પછી સોનાની આયાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, જૂન મહિનામાં સોનાની કુલ આયાત 11 ટન રહી હતી. જે પાછલા વર્ષના આ જ મહિનામાં 77.7 ટન ગોલ્ડનું ઈમ્પોર્ટ થયું હતું. ત્યારે કિંમતો ઉપર નજર કરીએ તો જૂન મહિનામાં 60.9 કરોડ ડોલર કિંમતનું સોનું આયાત કરવામાં આવ્યું હતું. જ્યારે પાછલા વર્ષે આ જ મહિને 270 કરોડ ડોલરનું સોનું આયાત કરવામાં આવ્યું હતું. એટલે કે, કિંમતોના આધાર ઉપર સોનાની આયાત 77 ટકા ઘટી છે. સોનાની કિંમતોમાં રેકોર્ડ વધારાથી આયાતના આંકડા સારા લાગી રહ્યાં છે.

જો કે, રેકોર્ડ તેજીના કારણે ભારતમાં સોનાની માગમાં ઘટાડો થયો છે, જેની અસર આયાત આંકડા ઉપર જોવા મળી હતી. બુધવારે ફ્યુચર માર્કેટમાં સોનાની કિંમતો 48982 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા ઓલટાઈમ હાઈ ઉપર પહોંચી ગઈ હતી. આ તેજીની સાથે વર્ષ 2020માં અત્યારસુધીમાં સોનું અંદાજે 25 ટકા વધી ગયું છે.