સુરતની સોનાના દાગીના બનાવતી કંપનીમાં એક કરોડ કરતા વધુના ગોલ્ડ પાઉડરની ચોરી થઇ

0
13

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી એક કરોડથી વધુના ગોલ્ડના પાઉડરની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા તેમને તાત્કલિક પોલીસને જાણ કરી હતી. આટલી મોટી રકમનાં ગોલ્ડ પાઉડરની ચોરી થતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને કંપનીમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવીને ચોરીનો ગુનો દાખલ કરી આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી હતી.

રિપોર્ટ અનુસાર સુરતના હીરાબાગ સર્કલ પાસે આવેલા ડેઝલ જવેલ્સમાં મોડી રાત્રે બે ઇસમો પાછળના ભાગેથી કંપનીની અંદર પ્રવેશ કર્યો હતો. બંને ઇસમોએ પોતાની ઓળખ છૂપાવવા માટે મો પર રૂમાલ બાંધ્યા હતા. આરોપીઓએ કંપનીમાં રહેલા જ્વેલરીમાં વપરાતા ગોલ્ડ પાઉડરની ચોરી કરી હતી. આરોપીઓ 1.30 કરોડ રૂપિયાના ગોલ્ડ પાઉડરની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે જવેલર્સના માલિકને જાણ થતા તેમને તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હતી.

આટલી મોટી રકમના ગોલ્ડ પાઉડરની ચોરી થવાના કારણે ક્રાઈમ બ્રાંચ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે કંપનીમાં લાગેલા CCTV કેમરાના ફૂટેજ ચેક કરીને તમામ કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં બે ચોરો ચોરીની ઘટનાને અંજામ આપતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here