Tuesday, September 28, 2021
Homeસોનાના ભાવ ઔંશના ૧૭૩૬થી ૧૭૩૭ ડોલરવાળા ઉંચકાઈ સપ્તાહના અંતે ૧૭૪૩થી ૧૭૪૪ ડોલર
Array

સોનાના ભાવ ઔંશના ૧૭૩૬થી ૧૭૩૭ ડોલરવાળા ઉંચકાઈ સપ્તાહના અંતે ૧૭૪૩થી ૧૭૪૪ ડોલર

મુંબઈ સોના- ચાંદી બજાર શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે કિંમતી ધાતુઓના ભાવ વિશ્વબજાર પાછળ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર મજબુતાઈ બતાવતા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૭૩૬થી ૧૭૩૭ ડોલરવાળા ઉંચકાઈ સપ્તાહના અંતે ૧૭૪૩થી ૧૭૪૪ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૫.૧૦થી ૨૫.૧૧ ડોલરવાળા વધી સપ્તાહના અંતે ૨૫.૨૬થી ૨૫.૨૭ ડોલર રહ્યા હતા.

વિશ્વબજાર ઉછળતાં ઘર આંગણે ઉંચી ગયેલી આયાત પડતરના પગલે ઝવેરીબજારોમાં આજે નવી વેચવાલી ધીમી પડી હતી અને ભાવમાં ફરી તેજીનો ચમકારો જોવા મળ્યો હતો.

જોકે બજારમાં આજે નવી માગ પણ પાંખી રહી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૪૭૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૮૧૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૮૦૦ ઉછળી રૂ.૬૮૦૦૦ની સપાટી ફરી કુદાવી રૂ.૬૮૫૦૦ બોલાતા થયા હતા. વિશ્વબજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો મળ્યા હતા.

પ્લેટીનમના ભાવ વિશ્વબજારમાં ઔંશના ૧૨૦૪થી ૧૨૦૫ વાળા સપ્તાહના અંતે ૧૨૦૫થી ૧૨૦૬ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૨૬૪૩થી ૨૬૪૪ ડોલર વાળા છેલ્લે આજ મથાળે અથડાતા રહ્યાના સમાચાર હતા.

અમેરિકામાં પ્રોડયુસર્સ પ્રાઈસ (ઉત્પાદકોના ભાવ)નો ઈન્ડેક્સ ઝડપી વધ્યાના સમાચાર હતા. આ ઈન્ડેક્સ ઉંચો જતાં ત્યાં ફુગાવો- ઈનફલેશન વધી રહ્યાના સંકેતો મળતા વિશ્વબજારમાં સોનામાં ફંડોવાળાની લેવાલી વધી હોવાની ચર્ચા આજે બજારમાં સંભળાઈ હતી. મુંબઈ બજારમાં આજે બંધ બજારે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૪૬૨૬૦ વાળા રૂ.૪૬૩૦૦ બોલાઈ રહ્યા હતા.

જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૬૪૪૬ વાળા રૂ.૪૬૫૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૬૯૩૦ વાળા રૂ.૬૭૨૦૦ બોલાઈ રહ્યા હતા. આ બંને કિંમતી ધાતુઓમાં જીએસટી સાથેના ભાવ જોકે આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમયિાન, અમેરિકાથી મળતા સમાચાર મુજબ ત્યાં ઉત્પાદક ભાવમાં માર્ચ મહિનામાં વાર્ષિક ધોરણે ૪.૩૦ ટકાની વૃધ્ધિ નોંધા છે. જોકે ફેબુ્રઆરીમાં ૨.૮૦ટકા રહી હતી. આવા ભાવમાં ત્યાં માર્ચ મહિનામાં થયેલી વૃધ્ધિ સપ્ટેમ્બર ૨૦૧૧ પછીની સૌથી મોટી વૃધ્ધિ થતાં આશરે સાડા ૧૧ વર્ષનો રેકોર્ડ તૂટયાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. આવા ભાવ ઉંચા જતાં ત્યાં ફુગાવો વધી રહ્યાના સંકેતો મળ્યા છે.

સામાન્યપણે ફુગાવો વધે છે ત્યારે સોનાના ભાવ ઉંચકાતા હોય છે. દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ઉંચા મથાળેથી નીચો ઉતરતાં તેના પગલે પણ વૈશ્વિક સોનાના ભાવ ઉંચા ગયા હતા.

મુંબઈ કરન્સી બજારમાં આજ બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૪.૭૪થી ૭૪.૭૫ વાળા રૂ.૭૪.૭૦ આસપાસ બોલાઈ રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments