Thursday, April 18, 2024
Homeસોનાના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૧૭૫૭થી ૧૭૫૮ ડોલર થયા
Array

સોનાના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૧૭૫૭થી ૧૭૫૮ ડોલર થયા

- Advertisement -

મુંબઈ સોના-ચાંદી બજાર આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવ વધુ ઉંચકાયા હતા. જ્યારે ચાંદીના ભાવ ઉંચે નરમ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૧૭૫૭થી ૧૭૫૮ ડોલર થયા ઝડપી ગબડી સાંજે ૧૭૩૬થી ૧૭૩૭ ડોલર બોલાઈ રહ્યાના સમાચાર હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ વધ્યા મથાળેથી ઘટી સાંજે ૨૫.૧૦થી ૨૫.૧૧ ડોલર રહ્યાના સમાચાર હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૪૭૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૮૦૦૦ રહ્યા હતા.

જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૮૦૦ તૂટી રૂ.૬૮ હજારની અંદર ઉતરી રૂ.૬૭૭૦૦ રહ્યાના નિર્દેશો હતા. ક્રૂડના ભાવ પણ નરમ રહેતા તેની અસર પણ સોનાના ભાવ પર જોવા મળી હતી.

ઈટાલીની સરકારે બોરોઈંગ પ્લાન રજૂ કર્યો પછી ત્યાં બોન્ડ યીલ્ડમાં ખાસ્સી વૃદ્ધી દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમા આજે પ્લેટીનમના ભાવ ૧૨૩૦થી ૧૨૩૧ ડોલરવાળા ગબડી સાંજે ૧૨૦૪થી ૧૨૦૫ ડોલર બોલાયા જ્યારે પેલેડીયમના ભાવ ૨૬૩૧થી ૨૬૩૨ ડોલરવાળા જોકે આજે સાંજે ઉછળી ૨૬૪૩થી ૨૬૪૪ ડોલર રહ્યાના સમાચાર હતા. કોપરના ભાવ આજે સાંજે વિશ્વ બજારમાં ૦.૭૦ ટકા નીચા રહ્યા હતા.

મુંબઈ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલના જીએસટી વગર રૂ.૬૭૨૧૯ વાળા રૂ.૬૬૯૩૦ બંધ રહ્યા હતા જ્યારે મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર આજે ૯૯.૫૦ના રૂ.૪૬૨૨૫ વાળા રૂ.૪૬૩૬૮ થઈ રૂ.૪૬૨૬૦ બંધ રહ્યા હતા.જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૬૪૧૧ વાળા રૂ.૪૬૫૫૪ થઈ રૂ.૪૬૪૪૬ બંધ રહ્યા હતા.

વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ સાંજે અડધોથી પોણો ટકો નરમ રહ્યા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૫૯.૩૦થી ૫૯.૩૫ ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ સાંજે ૬૨.૭૫થી ૬૨.૮૦ ડોલર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular