મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૮૭ હજારની સપાટી પાર કરી જતાં બજારના ઝવેરીઓ સ્તબ્ધ બની ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ પણઆજે કિલોના રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૯૫ હજારને અંાંબી ગયા હતા. અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૂ.૮૭૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૭૩૦૦ બોલાતા થતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળતાં તથા ઘરઆંગણે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ છે તથા તેના પગલે ઝવેરી બજારોમાં તોફાની તેજી દેખાઈ રહી છે. એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઉંચા મથાળેથી નીચે ઉતરતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું હતું. અમેરિકામાં ટ્રમ્પના આગમન પછી ટ્રેડવોર સહિતની વિવિધ અનિશ્ચિતતાઓ સર્જાતાં વિશ્વ બજારમાં સોનામાં સેફ-હેવન સ્વરૂપનું બાઈંગ પણ આવી રહ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૮૧૯થી ૨૮૨૦ ડોલરવાળા ઉછળી ઉંચામાં ૨૮૭૭ થઈ ૨૮૭૦થી ૨૮૭૨ ડોલર રહ્યા હતા. હવે ૨૯૦૦ ડોલર તથા ત્યાર પછી ૩૦૦૦ ડોલરના ભાવ પર બજારની નજર મંડાઈ છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૩૧.૬૪ વાળા વધી ૩૨.૫૪ થઈ ૩૨.૪૧ થી ૩૨.૪૨ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ૯૮૭ થઈ ૯૮૪થી ૯૮૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ૧૦૦૭ થઈ ૧૦૦૩થી ૧૦૦૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૧ ટકા પ્લસમાં રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯.૫૦ના રૂ.૮૪૩૧૮ તથા ૯૯.૯૦ના રૂ.૮૪૬૫૭ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી જીએસટી વગર રૂ.૯૫૪૨૫ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. અમેરિકામાં ક્રૂડતેલનોે સ્ટોક લ૫૦થી ૫૧ લાખ બેરલ્સ વધ્યાનું અંમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટેજણાવ્યું હતું. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૫૭ વાળા ઉંચામાં ૭૬.૩૪ થયા પછી નીચામાં ભાવ ૭૫.૨૩ થઈ ૭૫.૩૨ ડોલર રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ હવે ઈરાન સામે કેવા પગલાં ભરે છે તેના પર ક્રૂડતેલ બજારના ખેલાડીઓની નજર રહી હતી.