વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : સોના-ચાંદીમાં તેજીનો માહોલ : ફૂડ તેલ નો વાયદો રૂ. 71 લપસ્યો.

0
8

સોના-ચાંદીમાં ફંડામેન્ટલ તેજી તરફી બની રહ્યાં છે. સેન્ટ્રલ બેન્કોના નીચા વ્યાજદર હજુ એકાદ વર્ષ સુધી જાળવી રાખવા પડશે તેમજ મહામારીને ડામવા માટે મોટા ભાગના દેશો હજુ વધારાના સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરી શકે તેવા અહેવાલે સોના-ચાંદી ફરી ઉછળ્યા છે.

સોનાની તુલનાએ ચાંદીમાં ઝડપી તેજી આવી છે. અમદાવાદ ખાતે ચાંદી વધુ 500ના સુધારા સાથે 63000ની સપાટી કુદાવી છે જ્યારે સોનું મજબૂત બની રૂ.53000 નજીક 52700 બોલાઇ રહ્યું છે. તહેવારો ઉપરાંત વૈશ્વિક બજારોમાં તેજી અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ઘસાતા સ્થાનિક બજારમાં ટ્રેન્ડ તેજી તરફી બની રહ્યો છે. દિવાળી સુધીમાં ચાંદી ફરી 67000-70000 અને સોનું 55000ની સપાટી સુધી પહોંચે તેવું બૂલિયન એનાલિસ્ટોનું કહેવું છે.

વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : સોના-ચાંદીમાં તેજી નો માહોલ

કોરોના મહામારીના કારણે બૂલિયનમાં માર્ચથી તેજીનો ટ્રેન્ડ રહ્યો છે. સોનાએ ઓગસ્ટ માસમાં તેની 2050 ડોલરની રેકોર્ડ સપાટી દર્શાવ્યા બાદ નીચામાં સપ્ટેમ્બર અંતમાં 1850 ડોલર પહોંચ્યા બાદ ફરી તેજી તરફી ચાલ જોવા મળી છે. અત્યારે સોનું 1930 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે જે 1970 ડોલર કુદાવતા ફરી નવી ઉંચી સપાટી જોવા મળશે તેવો અંદાજ છે. ચાંદી ઉપરમાં 30 ડોલર નજીક પહોંચ્યા બાદ સપ્ટેમ્બરમાં ઘટી 24 ડોલર અંદર પહોંચી હતી જે અત્યારે ફરી ઉંચકાઇ 25.20 ડોલર ક્વોટ થવા લાગી છે. 26.70-27.30 ડોલરની સપાટી ઉપર બંધ આપતા 29.70-30.30 ડોલર સુધી પહોંચી શકે છે.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 73ની સપાટી ઉપર લાંબા સમયથી તેમજ વૈશ્વિક બજારોમાં ભાવ મજબૂત બની રહ્યાં છે જેના પરિણામે સ્થાનિકમાં ઘટાડો અટક્યો છે. જો રૂપિયો વધુ નબળો પડી 73.70-74.30 થાય અને વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીના ભાવ વધુ ઉંચકાય તો સ્થાનિકમાં ભાવ ઝડપી સુધરશે.

માઇનિંગ ધીમું, સપ્લાય ક્રન્ચથી તેજીને વેગ

ગોલ્ડ તેમજ સિલ્વર માઇનીંગ હજુ કોરોના ઇફેક્ટના કારણે ધીમું છે. મોટા ભાગની માઇનીંગ કંપનીઓ બંધ છે, સપ્લાય ક્રન્ચ સામે હેજફંડ્સ, સેન્ટ્રલ બેન્કોની તેમજ એસપીડીઆર ગોલ્ડ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણકારોની અવિરત ખરીદીનો તેજીને સપોર્ટ મળી રહ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન વિશ્વની તમામ સેન્ટ્રલ બેન્કોએ ગોલ્ડ રિઝર્વ વધારી છે જેના કારણે સોનામાં મજબૂતીનો ટ્રેન્ડ રહ્યો છે. બૂલિયન એનાલિસ્ટો હવે અમેરિકન ચૂંટણી કે કોરોના વેક્સિનની શોધની ઇફેક્ટ બજારની તેજી પર નહિં પડે તેવું દર્શાવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here