વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ : ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.95નો ઘટાડો.

0
9

આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુઓમાં જોવાયેલી તેજી અને ઘરઆંગણે શરૂ થયેલી તહેવારોની ખરીદીના પગલે આજે સોના-ચાંદીમાં ઉછાળો નોંધાયો હતો.

અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ સોનું રૂ. 500ના ઉછાળા સાથે રૂ. 53000ની સપાટીએ રહ્યું હતું. કીલોદીઠ ચાંદી પણ રૂ. 1000 ઉછળી રૂ. 63000ની સપાટી ક્રોસ કરી રૂ. 63500 રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું સ્પોટમાં અડધો ટકો વધી 1917.67 ડોલર પ્રતિ ઔંશ રહ્યું હતું. યુએસ ગોલ્ડ વાયદો વધી 1930 ડોલર આસપાસ મૂકાતો હતો. તે જ રીતે ચાંદી 1.12 ટકાના ઉછાળા સાથે 25 ડોલરની સપાટી ક્રોસ કરી 25.32 ડોલર નજીક પહોંચી હતી. દેશાવરોમાં મુંબઇ ખાતે 99.9 સોનું રૂ. 51366, જ્યારે 99.5 સોનું રૂ. 51160ની સપાટીએ અને હાજરમાં ચાંદી રૂ. 63263ની સપાટીએ રહ્યા હતા.

વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ

સોનાના વાયદામાં રૂ.291 અને ચાંદીમાં રૂ.402ની વૃદ્ધિ:વાયદાઓ પૈકી એમસીએક્સ ખાતે સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ. 50950 ખૂલી, ઊપરમાં રૂ. 51235 અને નીચામાં રૂ. 50915 ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. 291 વધીને રૂ. 51201 બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. 172 વધીને 8 ગ્રામદીઠ રૂ. 40893 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. 21 વધીને 1 ગ્રામદીઠ રૂ. 5152 થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ. 226 વધીને બંધમાં રૂ. 51163 ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. 63530 ખૂલી, ઊપરમાં રૂ. 63875 અને નીચામાં રૂ. 63180 ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. 402 વધીને રૂ. 63526 બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. 396 વધીને રૂ. 63508 અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. 406 વધીને રૂ. 63506 બંધ રહ્યા હતા. વાયદાઓમાં કુલ 126844 સોદાઓમાં રૂ. 8171.77 કરોડનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં 17126.133 કિલો, ચાંદીના વાયદાઓમાં 637.186 ટન રહ્યો હતો. મોડીરાત્રે ઔંસદીઠ સોનું 1230 ડોલરની સપાટી ક્રોસ કર્યા બાદ સાધારણ ઘટ્યું હતું.

રોઇટર મુજબ વર્ષમાં સોનું 2000 ડોલર વટાવશે

રોઇટર્સના એક સર્વે અનુસાર સોનું આગામી એક વર્ષમાં 2000 ડોલરની સપાટી ક્રોસ કરશે. ઓગસ્ટમાં સોનું 2072.50 ડોલરની ટોચે પહોંચ્યા પછી હાલમાં બન્ને કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ રહી છે. યુએસ બોન્ડ રિટર્ન્સ અને ડોલર સ્થિર થવા સાથે રોકાણકારોનું ધ્યાન સોનામાંથી ડાઇવર્ટ થયું હોવાથી ભાવો થોડા દબાયા છે. આગાહી મુજબ આ વર્ષે સોનું 1788 ડોલર અને 2021માં 1965 ડોલર આસપાસ રહેવાની ધારણા છે. ચાંદીમાં 20.50 ડોલર આ વર્ષે અને 2021માં 26 ડોલરની આગાહી કરી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here