વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : સોના-ચાંદી, ક્રૂડ તેલ, કપાસ, રૂ (કોટન), સીપીઓના વાયદામાં સાર્વત્રિક તેજીનો માહોલ

0
13

સોના-ચાંદી, ક્રૂડ તેલ, કપાસ, રૂ (કોટન), સીપીઓના વાયદામાં સાર્વત્રિક તેજીનો માહોલ

28 સપ્ટેમ્બરને સોમવારે વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ કીમતી ધાતુઓની વાત કરીએ તો વિશ્વબજારમાં સોનું 1 ઔંશદીઠ 1861 ડોલર અને ચાંદી 23.03 ડોલર આસપાસ બોલાતી હતી, જ્યારે ઘરેલૂ બજારમાં અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનું 10 ગ્રામદીઠ 99.50ના રૂ.51,100 અને 99.90ના રૂ.51,300, જ્યારે અમદાવાદ હાજર ચાંદી કિલોદીઠ રૂ.58,200ના સ્તરે બોલાતા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે સ્થાનિકમાં વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,474ના ભાવે ખૂલી, ઊંચામાં રૂ.50,197 અને નીચામાં રૂ.49,315 બોલાઈ, અંતે રૂ.474ના ઉછાળા સાથે રૂ.50,133ના ભાવે બંધ થયો હતો.

વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : તેજીનો માહોલ

જ્યારે ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.40,399 ખૂલી, અંતે રૂ.41 વધી બંધમાં રૂ.40,054ના ભાવ થયા હતા. સોનાના વિવિધ વાયદાઓમાં 62,553 સોદાઓમાં કુલ રૂ.11,316.58 કરોડનાં 22,775 કિલો સોનાના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 17,267 કિલોના સ્તરે રહ્યો હતો.

એમસીએક્સ ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.58,513ના ભાવે ખૂલી, ઊંચામાં રૂ.60,495 અને નીચામાં રૂ.57,652ના સ્તરને સ્પર્શી અંતે રૂ.1,369ના ઉછાળા સાથે રૂ.60,396 બંધ થયો હતો. ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને 3,16,990 સોદાઓમાં કુલ રૂ.10,850.64 કરોડનાં 1,831.481 ટન ચાંદીનાં કામકાજ થયાં હતાં, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 576.653 ટનના સ્તરે રહ્યો હતો.

હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલદીઠ .2,952 ખૂલી, ઊંચામાં રૂ.3,009 અને નીચામાં રૂ.2,932 બોલાઈ, અંતે રૂ.20ની વૃદ્ધિ સાથે રૂ.2,989 બંધ થયો હતો.

એમસીએક્સ કપાસનો એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.1,027ના ભાવે ખૂલી, ઊંચામાં રૂ.1,035 અને નીચામાં રૂ.1,026ના મથાળે અથડાઈ અંતે રૂ.5 સુધરી રૂ.1,031 થયો હતો

જ્યારે એમસીએક્સ રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.17,880ના ભાવે ખૂલી, ઊંચામાં રૂ.18,180 અને નીચામાં રૂ.17,880ના સ્તરને સ્પર્શી અંતે રૂ.130ના ઉછાળા સાથે રૂ.18,160ના સ્તરે બંધ થયો હતો. કપાસના વાયદામાં 256 ટનના કામકાજ સાથે 460 ટનનો ઓપન ઈન્ટરેસ્ટ અને કોટનના વાયદામાં 8,900 ગાંસડીના વોલ્યુમ સાથે 29,775 ગાંસડીનો ઓપન ઈન્ટરેસ્ટ રહ્યો હતો.

એમસીએક્સ ક્રૂડ પામતેલ (સીપીઓ)નો સપ્ટેમ્બર વાયદો 10 કિલોદીઠ રૂ.776 ખૂલી, અંતે 50 પૈસા સુધરી રૂ.773.60ના ભાવે બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here