લગ્નસરાની સિઝન વચ્ચે સોના-ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણો નવો ભાવ

0
154

નવી દિલ્હીઃ સુસ્ત માંગના કારણે સોમવારે સોના-ચાંદીના (Gold-Silver Prices) ભાવમાં સામાન્ય વધારો થયો છે. સોમવારે દિલ્હી જવેરી બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Prices) માત્ર 4 રૂપિયા વધારો થયો છે. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ સામાન્ય વધારો નોંધાયો છે. એક કિલોગ્રામ ચાંદીનો (Silver Prices) ભાવ માત્ર સાત રૂપિયા વધ્યો છે. HDFC સિક્યોરિટીઝ પ્રમાણે સુસ્ત ટ્રેડના કારણે સોના-ચાંદીમાં મામૂલી વધારો થયો છે.

સોનાના નવા ભાવ (Gold Prices on 20 January): સોમવારે દિલ્હી સરાફા બજારમાં સોનાનો ભાવ 40,744 રૂપિયાથી વધીને 40,784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં રૂ. 1,560 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 18.05 ડોલર પ્રતિ ઔંસ રહ્યા હતા.

ચાંદીના નવા ભાવ (Silver Prices on 20 January): સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ સામાન્ય વધારો થયો છે. દિલ્હી સરાફા બજારમાં ચાંદીનો ભાવ 47,856 રૂપિયાથી વધીને 47,863 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો.

સોના-ચાંદીમાં સુસ્તીનું કારણઃ HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલના જણાવ્યા પ્રમાણે ડોલરની તુલનાએ રૂપિયાની નબળી શરૂઆત થઈ છે. રૂપિયો 4 પૈસા તૂટીને 71.12 પ્રતિ ડોલરના સ્તરે રહ્યો છે.

આવી રીતે જાણો કે તમારા સોનાના ઘરેણા અસલી છે કે નકલી: 1- સોનાના ઘરેણા ખરીદતા પહેલા તેના ઉપર બીઆઈએસ હોલમાર્ક જરૂર જુઓ. બીઆઈએસ હોલમાર્ક એ દર્શાવે છે કે, સોનું શુદ્ધ છે.

આ સાથે તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે, બીઆઈએસ હોલમાર્ક અસલી છે કે નહીં. બીઆઈએસ હોલમાર્કનું નિશાન દરેક ઘરેણાં ઉપર હોય છે. એની સાથે એક ત્રિકોણ નિશાન પણ હોય છે.

આ ઉપરાંત ભારતીય માનક બ્યૂરોના નિશાન સાથે શુદ્ધતા પણ લખી હશે. આવી રીતે તમે સોનાની ઓળખ કરી શકો છો. આમ તમને થોડી સેકન્ડમાં જ ખબર પડી જશે કે સોનું અસલી છે કે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here