વિડીયો : વિશ્વબજાર પાછળ સોના-ચાંદીના ભાવમાં પીછેહટ, કપાસ, કોટનમાં પણ નરમાઈ

0
0

વિશ્વબજાર પાછળ સોના-ચાંદીના ભાવમાં પીછેહટ, કપાસ, કોટનમાં પણ નરમાઈ

17 સપ્ટેમ્બરને ગુરૂવારે વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ કીમતી ધાતુઓની વાત કરીએ તો વિશ્વબજારમાં સોનું 1 ઔંશદીઠ 1948 ડોલર અને ચાંદી 1 ઔંશદીઠ 26.93 ડોલર બોલાઈ હતી, જ્યારે ઘરેલૂ બજારમાં અમદાવાદ ખાતે હાજર સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.53,300 અને 99.90ના રૂ.53,500 તથા અમદાવાદ હાજર ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.65,000 બોલાયા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે વાયદા બજારમાં એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,710ના ભાવે ખૂલી, ઊંચામાં રૂ.51,710 અને નીચામાં રૂ.51,181ના મથાળે અથડાઈ અંતે રૂ.371ના ભાવઘટાડા સાથે રૂ.51,453ના સ્તરે બંધ થયો હતો.

વિડીયો : વિશ્વબજાર પાછળ સોના-ચાંદીના ભાવમાં પીછેહટ.

સોનાના વિવિધ વાયદાઓમાં 56,527 સોદાઓમાં કુલ રૂ.9,045.82 કરોડનાં 17,590 કિલો સોનાના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 19,455 કિલોના સ્તરે રહ્યો હતો.

હવે ચાંદીના વાયદાઓની વાત કરીએ તો એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.67,900ના ભાવે ખૂલી, ઊંચામાં રૂ.68,280 અને નીચામાં રૂ.68,142ના સ્તરને સ્પર્શી અંતે રૂ.639 ઘટી રૂ.68,142 બોલાયો હતો. ચાંદીના વિવિધ વાયદાઓમાં 2,32,672 સોદાઓમાં કુલ રૂ.9,632.18 કરોડનાં 1,422.749 ટન ચાંદીના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 579.195 ટનના સ્તરે રહ્યો હતો.

કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો 16,105 ખૂલી, ઊંચામાં 16,136 અને નીચામાં 15,966ના મથાળે અથડાઈ ઈન્ટ્રા-ડેમાં 170 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 127 પોઈન્ટ ઘટી 16,096ના સ્તરે બંધ થયો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં 2,861 સોદાઓમાં કુલ રૂ.275.14 કરોડનાં 345 લોટ્સનાં કામકાજ થયાં હતાં, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 384 લોટ્સના સ્તરે રહ્યો હતો.

હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો, વિશ્વબજારમાં ન્યૂયોર્ક ક્રૂડ તેલ બેરલદીઠ 40.25 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ 42.35 ડોલર બોલાયું હતું, જ્યારે સ્થાનિકમાં એમસીએક્સ ખાતે ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.2,920 ખૂલી, ઊંચામાં રૂ.3,034 અને નીચામાં રૂ.2,904 બોલાઈ, અંતે રૂ.84 વધી રૂ.3,024ના સ્તરે બંધ થયો હતો.

કપાસના વાયદામાં 376 ટન, કોટનમાં 5,325 ગાંસડી, સીપીઓમાં 30,020 ટન અને મેન્થા તેલમાં 40 ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ કપાસમાં 404 ટન, કોટનમાં 27,250 ગાંસડી, સીપીઓમાં 69,950 ટન અને મેન્થા તેલમાં 162 ટનના સ્તરે રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here