વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : સોના-ચાંદીમાં હાજરમાં મંદીની આગેકૂચ, જ્યારે વાયદામાં વૃદ્ધિ

0
7

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર 24 સપ્ટેમ્બરને ગુરૂવારે વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ કીમતી ધાતુઓની વાત કરીએ તો, વિશ્વબજારમાં સોનું 1 ઔંશદીઠ 1859 ડોલર બોલાયું હતું, જ્યારે ચાંદી 1 ઔંશદીઠ રૂ.22.37 ડોલર બોલાતી હતી. આ સામે ઘરેલૂ બજારમાં અમદાવાદ ખાતે સોનું હાજરમાં 99.50ના રૂ.50,800 અને 99.90ના રૂ.51,000 બોલાયા હતા.

વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : સોના-ચાંદીમાં હાજરમાં મંદીની આગેકૂચ

જ્યારે અમદાવાદ ચાંદી રૂ.57,000ના સ્તરે બોલાઈ રહી હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો સ્થાનિકમાં એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,400ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.50,050 અને નીચામાં રૂ.49,248ના મથાળે અથડાઈ અંતે રૂ.396 વધી રૂ.49,248ના ભાવે બંધ થયો હતો.

હવે ચાંદીની વાત કરીએ એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.57,900 ખૂલી, ઊંચામાં રૂ.59,847 અને નીચામાં રૂ.56,020ના સ્તરને સ્પર્શી અંતે રૂ.1,141ના ભાવવધારા સાથે રૂ.59,629ના ભાવે બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here