સોનાની દાણચોરી-હવાલા રેકેટનો પર્દાફાશ: 3.75 કરોડની રોકડ, 39 કિલો સોનુ જપ્ત

0
23

જયપુર તા.18
પ્રવર્તન નિદેશાલય (ઈડી) એ દેશના અનેક શહેરોમાં દરોડા પાડી સોનાની તસ્કરીના હવાલા રેકેટનો ભંડાફોડ કરી 3.75 લાખ રૂપિયા રોકડા અને 39 કિલોથી વધુ સોનુ-ચાંદી જપ્ત કર્યુ હતું. દરોડાની આ કાર્યવાહી દરમિયાન હવાલા રેકેટ સાથે સંડોવાયેલા જવેલર્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ઈડીએ જણાવ્યું હતું કે વિદેશી વિનિમય પ્રબંધન કાનૂન (ફેમા)ની જોગવાઈઓ અંતર્ગત કોલકાતા અને ચેન્નાઈમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સીનો દાવો છે કે આ કાર્યવાહીમાં કસ્ટમ ડયુટી, જીએસટી, આવકવેરાની મોટા પ્રમાણમાં ચોરીનો પર્દાફાશ થયો હતો.

ઈડીના વિશ્ર્વાસપાત્ર વર્તુળના જણાવ્યા મુજબ જયપુરના મહારાજા જવેલર્સ (પ્રોપરાઈટર તારાચંદ સોની), ભગવતી જવેલર્સ (માલિક-રામ ગોપાલ સોની) અને લાડીવાલા એસોસીએટમાં (માલિક હતી લાડીવાલા) ચેન્નઈના હર્ષ બોઘરા અને બાંકા બુલિયંસ પ્રાઈવેટ લીમીટેડ વગેરે પાસેથી તસ્કરીના સોનાની લગડીઓ ખરીદી રહ્યા હતા. તસ્કરીના સોનાની લગડી મુખ્ય રૂપે કોલકાતાથી જયપુર પહોંચાડવામાં આવતી હતી. શંકાસ્પદ આરોપી સોનાની લગડી પર અંકીત વિદેશી નિર્માતાનું નિશાન કે બેન્કનું નિશાન મિટાવી દેતા હતા.

ત્યારબાદ વિભિન્ન એજન્સીઓની આંખોમાં ધૂળ નાખીને વિભિન્ન ડિઝાઈન તૈયાર કરી તસ્કરીના માર્ગેથી દેશમાં લગડીઓ લાવવામાં આવતી, જેથી તેઓ પકડાઈ ન જાય. તસ્કરીના સોનાની બનેલા આભૂષણોનો હિસાબ નહોતો રાખવામાં આવતા. બલ્કે સોનાની તસ્કરી માટે ફંડ આ શહેરોમાં સ્થિત હવાલા એજન્ટોના માધ્યમથી સ્થળાંતરીત કરી આપવામાં આવતું હતું. ઈડીના જણાવ્યા મુજબ જપ્ત કરવામાં આવેલા ઈલેકટ્રોનીક અને ડીઝીટલ ઉપકરણોની હજુ તપાસ નથી થઈ. તેને લઈને ગેરકાયદે થયેલી લેવડ-દેવડના બારામાં વધુ જાણકારી મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here