અમદાવાદ ખાતે ગૉલેબ દ્વારા 9 રાત્રી નવરાત્રી નું કરશે આયોજન

0
41

 

ગોસેલેબ ભારતીય મનોરંજન ઉદ્યોગમાં એક ગેમચેન્જર છે. આ એક ઓનલાઈન આર્ટિસ્ટ ઈકોસિસ્ટમ છે જેમાં 2500થી વધુ સ્થાપિત અને આગામી પ્રતિભાઓ સામેલ છે જે વિવિધ શ્રેણીઓ જેમકે સંગીત, મોડેલ્સ, એક્ટર્સ, ગાયકો, સ્પોર્ટસ, કોરિયોગ્રાફર્સ, ડીજે, કોમેડિયન્સ, ફોટોગ્રાફર્સ, એન્કર્સ વગેરે હોય છે.

 

 

ચિરાગ શાહ અને વિનોદ ધાકરેએ તમામ મહેમાનો અને કલાકારોને અમદાવાદના રાજપથ ક્લબ, એસ.જી હાઇવે  ખાતે નવરાત્રી 2019ની ઘોષણા માટે આવકાર્યા હતા. જેકી ભગનાની, રિમી સેન, અરવિંદ વેગડા, ભૂમિક શાહ, નિરાલી ફોજદાર, સત્યેન વાઘેલા અને અન્ય લોકોએ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

 

 

તમામ મહેમાનોએ પર્ફોર્મ કરતી વેળાએ ખૂબ સુંદર સમય પસાર કર્યો હતો. ગીતો પર અમદાવાદના ખેલૈયાઓએ ઊર્જાસભર પર્ફોર્મન્સ આપ્યું હતું. ઓનલાઈન ટેલેન્ટ બૂકિંગ પોર્ટલમાં ગોસેલેબના અન્ય બે વર્ટીકલ્સ છે જેમકે ગોસેલેબ ક્લબ અને ગોસેલેબ ઓક્શન. ક્લબ મહિન્દ્રા, એસડી પેઈન્ટ્સ, તિરૂપતિ, ખુશી એમ્બિયન્ટ, બ્રાઈટ આઉટડોર, મિડડે, વ્યો, ઓહના હેલ્થ એજીએસ, ઓક્ટિવા એન્ટરટેનમેન્ટ, ઈન્ડિયા એબ્સોલ્યુટ મેગેઝીન, બોક્સ સિનેમા આ ગ્રાન્ડ નવરાત્રીમાં પાર્ટનર છે. ગ્રાન્ડ નવરાત્રીનું આયોજન મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદમાં થશે. અમે ભારતના અન્ય શહેરોમાં પણ ટૂંક સમયમાં ઓડિયન્સને આ રોમાંચ આપવા જઈ રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here