હિન્દુ મહાસભા કોરોનાવાયરસથી બચવા કરશે ગોમૂત્ર પાર્ટી

0
53

આ જીવલેણ કોરોનાવાયરસ 50 થી વધુ દેશોમાં ફેલાયો છે અને અત્યાર સુધીમાં અંદાજે 3,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, ભારતમાં કોરોનાવાયરસનાં 9 કેસો સામે આવ્યા બાદ હંગામો મચ્યો છે, ભારતમાં આ રોગ અંગે ચેતવણી આપવામાં આવી રહી છે. બીજી બાજુ, આ રોગ વિશે વિચિત્ર નિવેદનો બહાર આવી રહ્યા છે.

સૌથી વધુ આશ્ચર્યજનક નિવેદન હિન્દુ મહાસભા તરફથી આવ્યું છે, જેમાં કોરોના સામે બચાવ માટે ટી પાર્ટીની તર્જ પર ગોમૂત્ર પાર્ટી યોજવાની ઘોષણા કરવામાં આવી છે. મહાસભાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ પોતાની ઔપચારિક નિવેદનમાં કહ્યુ કે કોરોના સામે બચવા માટે હિન્દુ મહાસભા ટી પાર્ટીની તર્જ પર જલ્દી કરશે ગોમૂત્ર પાર્ટી , તમારું પણ સ્વાગત છે.

સ્વામી ચક્રપાણી મુજબ કોરોનાવાયરસની સારવાર ગોમૂત્ર અને ગોબરથી કરી શકાય છે. આ પહેલા પણ સ્વામી ચક્રપાણી મહારાજે દાવો કર્યો હતો કે કોરોના વાયરસથી પીડિત દર્દીએ તેના શરીર પર ગાયનું છાણ લગાવવું જોઈએ અને ‘ઓમ નમઃ શિવાય’ જપ કરવો જોઇએ. જો તે કરે, તો તેનું જીવન બચાવી શકાય છે.

જણાવી દઇએ કે મહાસભાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી ત્યારે વિવાદોમાં આવ્યા જ્યારે તેમણે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જણાવી દઇએ કે, કોંગ્રેસ સેવાદળનાં પુસ્તકમાં, તેમણે નાથુરામ ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સ્વામી ચક્રપાણીએ કહ્યું કે સાવરકર પર આ હાસ્યાસ્પદ આરોપો છે, અમે એ પણ સાંભળ્યું છે કે રાહુલ ગાંધી ગે છે અને તેમના સિંધિયા સાથે સંલેંગિક સંબંધ છે, જે બાદ હંગામો મચી ગયો હતો.

અમે આપને જણાવી દઈએ કે, ભારત હવે કોરોનાવાયરસને લઇને એલર્ટ થઇ ગયુ છે, ભારતીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અપડેટ મુજબ, ઇટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનથી આવતા મુસાફરોને અપાયેલ વિઝા અથવા ઇ-વિઝા રદ કરો. આ ઉપરાંત ભારતીય નાગરિકોને પણ આ દેશોની મુલાકાત લેવાની મનાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here