વીડિયો વાઇરલ : ગોંડલમાં દારૂના નશામાં યુવાનો વચ્ચે પથ્થરોની મારામારી થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

0
27

ગોંડલ: ગોંડલ શહેરમાં તાજેતરમાં જ જિલ્લાભરની પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી 200 લીટર જેવો દેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. પરંતુ ચાર પાંચ જેટલા યુવાનોએ દેશી દારૂના ચિક્કાર નશામાં મોંઘીબા ગર્લ્સ સ્કૂલ પાસે ટ્રાફિક જામ કરી દેતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. તેમજ આ યુવાનો વચ્ચે મારામારી પણ સર્જાઇ હતી. યુવાનો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો વાઇરલ થયો છે.

કાર આડે બેસી જઇ યુવાનોએ ટ્રાફિકજામ સર્જ્યોશહેરમાં છાશવારે કેટલાક દારૂડિયા શખ્સો દ્વારા દેશી દારૂની કોથળીઓ પી ખેલ કરવામાં આવતો હોય છે ત્યારે આજે ચાર પાંચ યુવાનોએ તો દેશી દારૂના ચિક્કાર નશામાં હદ વટાવી દીધી હતી. શહેરના હાર્દ સમા મોંઘીબા ગર્લ્સ હાઇસ્કૂલ મેઇન રોડ પર દારૂના નશામાં ગળાડૂબ થયેલા યુવાનોએ ઇકો કાર GJ03KC5874 આડે બેસી જઇ ટ્રાફિક જામ કરી દેતા લોકોને દારૂડીયાઓનો ધરાર ખેલ જોવાની ફરજ પડી હતી. બાદમાં દારૂના ચિક્કાર નશામાં ધૂત યુવાનો લીલાપીઠની અંદર ઘૂસી ગયા હતા અને સામસામે પથ્થરોનાં ઘા માર્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે આ ઘટના અંગે શહેર પોલીસમાં કોઈ નોંધ પણ થવા પામી નથી.

એમ્બ્યુલન્સને પણ ટ્રાફિક જામ નડ્યો
દેશી દારૂના ચિક્કાર નશામાં ધૂત યુવાનોએ આશરે એકાદ કલાક જેવા સમય માટે રોડને બાનમાં લીધો હતો. આથી નાના મોટા વાહનોની સાથે એમ્બ્યુલન્સને પણ ટ્રાફિકજામ નડ્યો હતો. જે વાઇરલ વીડિયોમાં જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here