- Advertisement -
રાજકોટ: ગોંડલના આશાપુરા ડેમમાં ન્હાવા પડેલા બાળકનું ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગ અને પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોચી ગયા હતાં. મૃતક પિયુષ જીતુ મકવાણા ગોંડલના મફતિયાપરામાં રહે છે. જેની ઉંમર 12 વર્ષની છે. હાલ ફાયર વિભાગ મૃતદેહની શોધખોળ કરી રહી છે.