Wednesday, October 20, 2021
Homeગુજરાતગોંડલ : ચોકડી બંધ થતા, ST બસનો રૂટ કુલ 9.60 કિ.મી. વધ્યો

ગોંડલ : ચોકડી બંધ થતા, ST બસનો રૂટ કુલ 9.60 કિ.મી. વધ્યો

 

ગોંડલ ચોકડીએ એલીવેટર ફલાય ઓવર બનવાનો હોય આ ચોકડી બંધ કરી દેવાય છે.જેને પગલે ગોંડલ, જૂનાગઢ, પોરબંદર આવતી એસટી બસનું અંતર 9.60 કિલોમીટર વધી જશે. જેને કારણે ST વિભાગ દ્વારા કુલ 270 બસોના ભાડામાં રૂા.8થી 12 નો વધારો કરાયો છે. જ્યારે રાજકોટથી જતી વખતે કોઇ અંતર નહિ વધતા હવે અહીંથી જવામાં કોઈ ભાડું વધશે નહિ.

મુસાફરોના ખિસ્સા ખાલી કરવાની યોજના આ ખોખલી યોજના : કોંગ્રેસ
આ મુદ્દે કોંગી કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા અને મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્યું હતું કે, આ ડાઇવર્ઝનના હિસાબે નવ કિલોમીટર જેટલો વધારો થાય છે. તેમાં મુસાફરોનો શું વાંક છે. આ ભાડું સરકારે પોતાની ભોગવવું જોઈએ. હવે સરકારે સમજવાની જરૂર છે કે પબ્લિક ઉપર કેટલાક પ્રકારના ટેક્સ વધારા કરવા છે પબ્લિક હવે તો આ જુદી જુદી પ્રકારના વધારા ઓથી થાકી ગઈ છે તેમ છતાં પણ સરકારને સમજાતું નથી અમારો સીધો સવાલ છે કે એસટી સરકારી કામ સરકારી કોન્ટ્રાક્ટર સરકારી અને તેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સરકારને હોય તો પબ્લિક ઉપર આ ભાડા વધારો શા માટે? રાજકોટ એસટી દ્વારા ફરી એકવાર મુસાફરોના ખિસ્સા ખાલી કરવાની આ ખોખલી યોજના છે અને તેનો અમે વિરોધ કરીએ છીએ.

આ રૂટ પર કિલોમીટર વધી જશે
હાલ ગોંડલ , જેતપુર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, જેતપુર સહિતના રૂટ પરથી રાજકોટ આવતી કુલ 270 બસોના ભાડામાં વધારો કરાયો છે. આવનારી આ આ તમામ બસો ગોંડલ-શાપર વેરાવળ, પારડી, કોરાટ ચોક, કાંગશીયાળી ચોકડી, ટીલાળા ચોક, વેગળ ચોક, સાવન સર્કલ, બાપા સીતારામ સર્કલ, મવડી ચોકડી, ગોંડલ ચોકડી બાયપાસ, એસટી વર્કશોપ, પીડીએમ, નાગરીક બેંક અને રાજકોટ બસપોર્ટનો સમાવેશ થાય છે. કુલ 9.60 કિ.મી.નો વધારો થયો છે તથા 1.5 સ્ટેજનો પણ વધારો થયાનું ઉમેરાયુ છે.

ગોંડલ ચોકડીની ફાઈલ તસ્વીર
ગોંડલ ચોકડીની ફાઈલ તસ્વીર

રિંગ રોડ- 2 ઉપર થઇને આવતા 4 કિલોમીટરનું અંતર વધ્યું
આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ એસટી વિભાગના નિયામક વડા જે.બી.કળોતરાએ જણાવ્યું હતું કે, ઓવરબ્રિજના કામકાજને કારણે કેટલું અંતર વધે છે તે જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે બે દિવસ માટે ચાલ્યો હતો. જેમાં ગોંડલથી રાજકોટ તરફ આવતી બસને આ મુજબ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં આ બસ પારડી ગામના પુલ પછી રિંગ રોડ- 2 ઉપર થઇને આવતા 4 કિલોમીટર જેટલું અંતર વધી જશે.

આ રૂટનો અમલ હવેથી કરાશે
રિંગ રોડ- 2 થી ટીલાળા ચોક આવે ત્યાંથી જમણી સાઈડના રોડ તરફ વાહન લઇ, વાગડ ચોકથી સાવન બંગ્લોઝ ચોકથી જમણી તરફ વાહન વાળી, રામધણ થઇ, બાપા સીતારામ ચોકથી જમણી તરફ આશરે 1 કિલોમીટર આગળ જઈ, આનંદ બંગલા ચોકથી જમણી તરફ વાહન વાળી, સ્વામિનારાયણ ચોકથી ડાબી સાઈડ પી.ડી.માલવિયા કોલેજ આવે ત્યાં સુધી લઇ બસપોર્ટ પર આવવાનું રહેશે. ગોંડલ, પોરબંદર, જૂનાગઢથી આવતી આ બસમાં ભાડું વધશે. જેનો અમલ હવેથી કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments