ગોંડલ : ગૌરક્ષકો પર ખોટી ફરિયાદને લઈને ગોંડલ સ્વયંભૂ બંધમાં જોડાયું,

0
5

ગોંડલ. ગોંડલમાં ગત શનિવારની રાત્રે પશુધનને કતલખાને લઇ જવાતા હોવાની બાતમીના આધારે ગૌસેવકો દ્વારા અટકાવવા જતાં બે જુથ વચ્ચે અથડામણ થયું હતું. જેથી સમગ્ર મામલે પોલીસે બંને જુથ સામે ગુનો દાખલ કર્યો હતો. જેને લઈને હિંદુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સહિતની સામાજિક સંસ્થાંઓ દ્વારા બંધનું એલાન અપાયું હતું. જેથી ગૌરક્ષકો પર ખોટી ફરિયાદને લઈને શહેર સ્વયંભૂ બંધમાં જોડાયું છે અને તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે.

માર્કેટિંગ યાર્ડમાં સરકારી ખરીદી સિવાયની તમામ હરાજી બંધ રહી

ગૌરક્ષકો પર ખોટી ફરિયાદને લઈને શહેર આખું બંધમાં જોડાયું છે અને રાજમાર્ગો સુમસામ છે. જ્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા રાત્રિના મોડેમોડે યાર્ડ ચાલુ રહેવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ યાર્ડના શ્રમિકો દ્વારા કામ હાથ ન ધરાતા સરકારી ખરીદી સિવાયની તમામ હરાજી બંધ રહી હતી. શહેરની નાની-મોટી બજાર, ગુંદાળા રોડ, બસ સ્ટેન્ડ રોડ, વિક્રમસિંહ કોમ્પ્લેક્ષ, કૈલાશ કોમ્પલેક્ષ, જેલચોક, માંડવીચોક, સહિતની બજારો સ્વયંભૂ બંધ રહી હતી. જો કે પોલીસ તંત્ર દ્વારા ગતરાત્રીના જ શહેરમાં ધાડેધાડા ઉતારી આપવામાં આવ્યા હતા. રાત્રીનાં ગૌરક્ષક ગોપાલભાઈ ટોળીયા, યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના વિજયભાઈ જાદવ અને પૃથ્વીભાઈ જોશી સહિતનાઓની અટક કરી પૂછપરછ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here