Thursday, April 18, 2024
Homeગુજરાતગોંડલ : વાસાવડની વાસાવડી નદીમાં ઉંડા પાણીમાં ડૂબી જવાથી બે ભાઈઓના મોત

ગોંડલ : વાસાવડની વાસાવડી નદીમાં ઉંડા પાણીમાં ડૂબી જવાથી બે ભાઈઓના મોત

- Advertisement -

વેકેશનના સમયમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ તાલુકાના વાસાવડમાં વાસાવડી નદીમાં આવેલી કુંભારી પાટના ઉંડા પાણીમાં ગઈકાલે બે પિતરાઈ ભાઈઓ નાહવા પડ્યા હતા. યાસીન મજીદભાઈ બાવનકાનુ અને મોહીન રજાકભાઇ કારવા બન્નેનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

જેમાં મોહીન રજાકભાઇ કારવા નવાગઢથી વાસાવડ તેમના મામાના ઘરે આવ્યો હતો, પરંતુ આ તેનું છેલ્લુ વેકેશન સાબિત થયું હતુ. બન્ને તરુણો પિતરાઇ ભાઇ હતા. જેમા મોહીન પરિવારમાં એકનો એક પુત્ર હતો. ગત સાંજે બન્ને ઘરેથી કહ્યા વગર નાહવા નીકળી ગયા હતા. મોડી સાંજ સુધી પરત નહીં ફરતા પરિવાર દ્વારા શોધખોળ શરુ કરાઇ હતી. જે દરમિયાન સવારે બન્નેના મૃતદેહ નદીમાંથી મળી આવતા પરિવારમાં રોકકળ મચી જવા પામી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular