સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક છે

0
30

બોલિવુડમાં ધડાકા સાથે એન્ટ્રી કરી ચુકેલી અને હાલમાં સિમ્બા મારફતે ભારે લોકપ્રિયતા મેળવી લેનાર સારા અલી ખાન સાવધાનીપૂર્વક ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. તે હાલમાં કુલી નંબર વનમાં કામ કરી રહી છે. તેની પાસે રોહિત શેટ્ટીની સિમ્બા રજૂ કરવામાં આવ્યા બાદ અનેક નવી ફિલ્મ હાથમાં આવી રહી છે.

જો કે તે ઉતાવળમાં કોઇ ફિલ્મ કરવા માટે તૈયાર નથી. સારા ખાન આવતાની સાથે જ આડેધડ ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક નથી. તે સાવધાની સાથે કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. હાલમાં સારા અલી ખાન મુંબઇના એક લોકપ્રિય સલુનમાંથી બહાર નિકળતા કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સારાએ પોતાના ચહેરાને ઢાકવાના તમામ પ્રયાસ કર્યા હતા. બોલિવુડના તમામ સુપરસ્ટારના બાળકો એન્ટ્રી કરી રહ્યા છે. સારા અલી અને શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર વચ્ચે હાલમાં સીધી સ્પર્ધા રહેવાની ચર્ચા જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here